Viral: મદનિયા અને કેરટેકરની મસ્તી જોઈ હસ્યા વગર નહીં રહી શકો, જુઓ આ Funny Video

|

May 18, 2022 | 9:15 AM

હાથીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ (Viral Videos)થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ આશ્ચર્યજનક હોય છે તો કેટલાક ખૂબ જ ફની (Funny Video)પણ હોય છે.

Viral: મદનિયા અને કેરટેકરની મસ્તી જોઈ હસ્યા વગર નહીં રહી શકો, જુઓ આ Funny Video
Funny Video
Image Credit source: Twitter

Follow us on

જો કે હાથી જંગલી પ્રાણી(Elephant) છે, તેઓ જંગલમાં રહેવું પસંદ કરે છે, પરંતુ તેમને માણસોની સાથે રહેવામાં પણ કોઈ વાંધો નથી. હાથીઓ હજારો વર્ષોથી માણસો સાથે રહે છે. આવી સ્થિતિમાં તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ વલણ કેળવાયું છે. જો કે લોકો સામાન્ય રીતે હાથીઓથી ડરતા હોય છે અને તેની પાછળનું કારણ તેમનું વિશાળ શરીર હોય છે, પરંતુ કેટલાક લોકો તેમની સાથે એટલા ભળી જાય છે કે તેમને હાથીઓનું વિશાળ શરીર નહીં પણ વિશાળ ‘હૃદય’ દેખાય છે. હાથીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ (Viral Videos)થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ આશ્ચર્યજનક હોય છે તો કેટલાક ખૂબ જ ફની (Funny Video)પણ હોય છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોક્કસ હાસવા લાગશો.

વાસ્તવમાં, એક માણસ (કેરટેકર) હાથીના વાળાની અંદર એક ગાદલા પર સૂતો હોય છે, જેને એક યુવાન હાથી ઉઠાવવાનો પ્રયાસ કરે છે અને તેની સાથે મજેદાર રીતે લડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે નાનો હાથી લોખંડના પાઈપના ઘેરાને ઓળંગીને બીજી બાજુ આવે છે અને ગાદલા પર સૂઈ રહેલા એક માણસ સુધી પહોંચવા માટે ઝડપથી દોડે છે. નાનો હાથી તેને ઉપાડવાનો પ્રયાસ કરે છે અને તેનો વિશાળ પગ તેના ગાદલા પર મૂકે છે અને અંતે તે માણસને લાત મારીને પોતે ગાદલા પર બેસવાનો પ્રયાસ કરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે, થોડીવાર પછી તે વ્યક્તિ ફરીથી ગાદલા પર સૂઈ જાય છે અને નાનો હાથી તેને ફરીથી હટાવવાનો પ્રયાસ કરે છે. છેલ્લે, વીડિયોના અંતમાં જોવા મળે છે કે હાથી તે ગાદલા પર આરામથી સૂઈ રહ્યો છે અને વ્યક્તિ પણ તેની બાજુમાં ગાદલા પર સૂઈ રહ્યો છે.

આ ફની વીડિયોએ લોકોને હસાવ્યા છે. તેને IFS ઓફિસર ડૉ. સમ્રાટ ગૌડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યું છે. માત્ર 1 મિનિટ 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ ફની રિએક્શન્સ આપ્યા છે.

Next Article