Shocking Video: ગાડી અંદરથી બનાવી રહ્યા હતા વીડિયો, ત્યારે જ સિંહણએ આવીને ખોલી નાખ્યો કારનો દરવાજો, જુઓ પછી શું થયું

|

Jan 06, 2023 | 5:28 PM

કારમાં બેઠેલા લોકો બૂમો પાડવા લાગે છે. પછી શું થાય છે તમે વીડિઓમાં જોઈ શકો છો. ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોયા પછી તમે કારનો દરવાજો અનલોક કરવાનું ભૂલશો નહીં.

Shocking Video: ગાડી અંદરથી બનાવી રહ્યા હતા વીડિયો, ત્યારે જ સિંહણએ આવીને ખોલી નાખ્યો કારનો દરવાજો, જુઓ પછી શું થયું
Lion Viral Video
Image Credit source: Twitter

Follow us on

જંગલ સફારીની એક ચોંકાવનારી ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જો કે આ વીડિયો પહેલા જ ઈન્ટરનેટ પર શેર થઈ ચૂક્યો છે. પરંતુ ફરી એકવાર તે લોકોમાં ચર્ચામાં છે. કેટલાક લોકો જંગલ સફારી દરમિયાન કારમાં બેસીને સિંહોના ટોળાને જોઈ રહ્યો છે અને કેમેરામાં તેમની તસવીરો કેદ કરી રહ્યો છે. ત્યારે એક સિંહણ તેની કાર તરફ આવે છે અને તેના મોંનો ઉપયોગ કરીને કારનો દરવાજો ખોલે છે.

આ પછી કારમાં બેઠેલા લોકોએ બૂમો પાડવા લાગે છે. પછી શું થાય છે તમે વીડિઓમાં જોઈ શકો છો. ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોયા પછી તમે કારનો દરવાજો અનલોક કરવાનું ભૂલશો નહીં. 5 જાન્યુઆરીએ આ ઘટનાની ક્લિપ પોસ્ટ કરતાં @TansuYegenએ લખ્યું – સફારી ખતમ ! આ ક્લિપને અત્યાર સુધીમાં 12.8 મિલિયન વ્યૂઝ, 14 હજારથી વધુ લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી ચૂકી છે. જોકે, લોકો કારનો દરવાજો ખોલ્યા બાદ શું થયું તે જાણવા માંગતા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આવી સ્થિતિમાં, જ્યારે ટ્વિટર યુઝર @TariqMo77 એ આ ઘટનાનો સંપૂર્ણ વિડિયો પોસ્ટ કર્યો, ત્યારે મામલો વાયરલ થયો! આ ક્લિપ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ કહે છે કે સફારી દરમિયાન કોઈને આની અપેક્ષા નથી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જંગલી પ્રાણીઓ પણ સ્માર્ટ બની ગયા છે. તેણે હવે કારનો દરવાજો ખોલવાનું શીખી લીધું છે.

1.13 મિનિટના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોનું એક ગ્રુપ કારમાં જંગલ સફારીની મજા માણી રહ્યું છે. પાછળની સીટ પર બેઠેલા લોકો કારની બારીમાંથી નજીકમાં આવેલા સિંહોનો વીડિયો બનાવી રહ્યા છે. દરમિયાન, એક સિંહણ ઉભી થાય છે, અને કારની નજીક જવાનું શરૂ કરે છે. આ જોઈને ડ્રાઈવર વાહનને થોડે આગળ લઈ જાય છે, જ્યાંથી ટોળું સારી રીતે જોઈ શકાય છે.

આ દરમિયાન એક સિંહણ કારની એકદમ નજીક આવે છે અને થોડીવાર અંદર ડોકિયું કર્યા બાદ દરવાજાના હેન્ડલને મોંથી પકડીને દરવાજો ખોલે છે. આ જોઈને અંદર બેઠેલા પ્રવાસીઓ ચીસો પાડવા લાગ્યા. ઉતાવળમાં, તે કોઈક રીતે દરવાજો બંધ કરે છે. આ દરમિયાન એક મહિલા એવું કહેતી સંભળાય છે કે તેને ખબર નહોતી કે આ પ્રાણીઓ આવું કરી શકે છે.

Next Article