કોરિયાઈ સાસુ-વહુએ તેલુગુ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, લોકોએ કહ્યું શું એનર્જી છે

|

Nov 28, 2022 | 5:35 PM

આજકાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે જેમાં કોરીયાઈ સાસુ-વહુએ તેમના દેશના ગીતના બદલે તેલુગુ સોન્ગ પર જોરદાર ડાન્સ કર્યો છે. લોકોને પણ આ ડાન્સ ખુબ પસંદ આવ્યો છે.

કોરિયાઈ સાસુ-વહુએ તેલુગુ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, લોકોએ કહ્યું શું એનર્જી છે
Dance Viral Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો ડાન્સ વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક કોઈ ગીત પર ડાન્સ કરી રહ્યું હોય છે તો ક્યારેક કોઈ સોન્ગ ગાય રહ્યું છે તો ક્યારેક કોઈ વિદેશી ભારતીય ગીત પર ડાન્સ કરી લોકોના દિલ જીતી લે છે. આજકાલ એવો જ કંઈક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે, જેમાં કોરીયાઈ સાસુ-વહુએ તેમના દેશના ગીતના બદલે તેલુગુ સોન્ગ પર જોરદાર ડાન્સ કર્યો છે. લોકોને પણ આ ડાન્સ ખુબ પસંદ આવ્યો છે.

વિદેશી ભારતીય સોન્ગ પર ડાન્સ કરતા હોય તેવા વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે. ત્યારે તેને સંગીતની તાકાત જ કહીશું કે તેની ધુન કાનમાં પડતા જ લોકો ઝુમવા લાગે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બંન્ને તેલુગુ ફિલ્મના સુપરહિટ સોન્ગ ‘રા રા રેડ્ડી’ પર ગજબ સ્ટેપ્સ કરતી જોવા મળે છે. વીડિયોમાં સાસુ વહુની એનર્જી પણ જોવા જેવી છે. આ સિવાય તેમના ચહેરાની સ્માઈલ પણ કહી રહી છે કે તેમને આ સોન્ગ ખુબ પસંદ આવી રહ્યું છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામની luna_yogini_official આઈડી પર શેયર કરતા કોરિયાઈ વહુએ લખ્યું છે કે ‘આ દુનિયામાં કેટલું પણ અંધારૂ કેમ ન થઈ જાય જીત હંમેશા પ્રેમની થાય છે’ મહિલાએ આગળ લખ્યું છે કે પોતાની સાસુ સાથે આ ગીત પર ડાન્સ કરવાનો ખુબ આનંદ આવ્યો. આશા છે કે તમે પણ અમારી જેમ એન્જોય કરતા હશો. આ વીડિયો પર 8 લાખથી વધુ વ્યૂઝ છે જ્યારે 73 હજારથી વધુ લોકો તેને શેયર કરી ચૂક્યા છે.

ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ પણ કરી છે જેમાં એક યુઝરે લખ્યું છે કે આ અમારા તેલુગુ સંગીતનો જાદુ છે. ત્યારે બીજા યુઝરનું કહેવું છે કે શું એનર્જેટિક પરફોર્મેન્સ છે. એક યુઝરે લખ્યું કે તમારા બંન્નેના ચહેરા પરની સ્માઈલએ દિલ જીતી લીધું. એંકદરે આ વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેને ખુબ એન્જોય કરી રહ્યા છે. તેમજ આ સિવાય પણ ઘણા વિદેશીઓના વીડિયો છે જે ભારતીય સોન્ગ પર ડાન્સ કરે છે તે પણ વાયરલ થતા રહે છે.

Next Article