Foreign Villages: આ દેશના ગામડાઓએ સાચવી રાખ્યા છે તેના જૂના રીત-રીવાજોને, જાણો તેની જીવનશૈલીઓ વિશે
વિદેશ (Foreign) પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ-અલગ ગામડાં ધરાવે છે. ત્યાં જતાં વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોને ત્યાનાં ગામડાં (Foreign Villages) વિશે જાણવું જોઈએ અને રહેવાની સુખ-સગવડની માહિતી હોવી જોઈએ. તો જાણો એક નવા ગામડાં વિશે.

આપણે બધા દેશમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, ઘણી જગ્યાએ જવાનું મન પણ થતું હોય છે પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ, તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગામડાંઓની સંસ્કૃતિ (Culture) કંઈક અલગ હોય છે. આપણે ગામડાંની ખેતી વિશે જાણવું જરૂરી છે કારણ કે સંપત્તિવાન આપણે જરુર બનવું જોઈએ પણ ગામડા અને ખેતીને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. ગ્રામીણ અને કૃષિ સંસ્કૃતિ આપણુ મૂળ છે. એમાં પણ જ્યારે આપણે નવી-નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતુહલ જાગે કે ગામડાં (Villages) કેવા હશે? તો વિદેશના વિવિધ શહેરને જોઈને અંજાઈ ગયેલાઓના મનમાં ક્યારેક તો સવાલ થયો હશે કે, આ શહેર આવું છે તો તેમના ગામડા કેવા હશે. આજે આપણે વાત કરીએ વિદેશના ગામડાંની (Foreign village).
વિદેશ જતાં લોકોએ વિદેશના ગામડાં વિશે જાણવું
શહેરમાં જ જન્મથી મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડાં જોવા માટે લઈ જાય છે. જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણીકરણી અને બોલીથી વાકેફ થાય. તેવી જ રીતે વિદેશનું પણ છે. ત્યાં પણ ગામડાં આવેલા છે અને તે પણ પોતાની અલગ સંસ્કૃતિ ધરાવે છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમજ બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું ઈચ્છે તેમણે પણ વિદેશના ગામડાં વિશે જાણવું જોઈએ. કેમ કે જો તમને ત્યાંની સંસ્કૃતિ ફાવે તો તમે ત્યાં રહી શકો છો.
વિદેશમાં જવું હોય તો આટલી વસ્તુઓ જાણો…
શું તમે વિદેશ જવા ઈચ્છો છો.? તો તેની સંસ્કૃતિ અને રહેણી-કહેણી વિશે જાણવું જરૂરી છે કે તે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ત્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે તે જાણવું જરૂરી છે. અમે તમને એક વીડિયોના માધ્યમથી તેના ગામડાં વિશે તમને રૂબરૂ કરાવશું. તમને અહીં અમેરિકાના એક ગામડાંનો વીડિયો આપેલો છે.
અહીં જુઓ ગામડાંનો વીડિયો…..
અગાઉના એપિસોડમાં આપણે જોયું કે, અમેરિકા અને ઈગ્લેન્ડના ગામડાની ચર્ચા કરી હતી. આજે ઈઝરાયલના (Israel) ગામડાં તેમજ તેના લોકોની જીવનશૈલી વિશે જાણશું. તે લોકો સાદું જીવન જીવે છે. તેની પાસે જે પણ કંઈ છે તેનાથી તે સંતોષ માની લે છે. આડોશ-પાડોશમાં રહેતા લોકોનું પણ ધ્યાન રાખે છે. જૂના રીત-રીવાજોને સાચવી રાખ્યા છે. ગામમાં તહેવારો સામુહિક રીતો ઉજવે છે તેમજ ખેડૂતો વિવિધ પ્રકારની હસ્તકલા અને વસ્તુઓ બનાવે છે. કેટલાક ગામડાઓ મુખ્ય સુવિધાઓથી વંચિત છે, જેમ કે, સ્વચ્છતા, હોસ્પિટલ, સ્કૂલ વગેરે. તેથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેઓ ખેતરમાં ઘઉં અને મકાઈ ઉગાડે છે તેમજ ફળમાં કેરી, જામફળ અને તરબૂચ વગેરેની ખેતી કરે છે.