જાણો ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ! આ ‘ખાસ’ સમયે જાપ કરવાથી થશે મનોવાંચ્છિત ફળની થશે પ્રાપ્તિ !

|

Jun 30, 2021 | 11:14 AM

ગાયત્રી મંત્રમાં સમસ્ત પાપનો નાશ કરવાની શક્તિ છે ! ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે તેમજ શરીર નિરોગી રહે છે. પણ, શું તમને એ ખબર છે કે કયા સમયે આ મંત્રનો જાપ કરવાથી શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવશે માતા ગાયત્રી ?

જાણો ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી શ્રેષ્ઠ સમય ! આ ‘ખાસ સમયે જાપ કરવાથી થશે મનોવાંચ્છિત ફળની થશે પ્રાપ્તિ !
ગાયત્રી મંત્રમાં સમસ્ત પાપોનો નાશ કરવાની શક્તિ છે !

Follow us on

ૐ ભૂર્ભુવઃ સ્વઃ ।
તત્ સવિતુર્વરેણ્યં ।
ભર્ગો દેવસ્ય ધીમહિ ।
ધિયો યો નઃ પ્રચોદયાત્ ।।

ગાયત્રી (GAYATRI) મંત્ર એ તો સૌથી સિદ્ધ મંત્ર મનાય છે. કહે છે કે આ સિદ્ધ મંત્રના જાપથી જ મનુષ્ય અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ કરી શકે છે !
બાળપણથી આપણે બધાં જ આ મંત્રને સાંભળતા આવ્યા છીએ. આ મંત્રનો જાપ કરતા આવ્યા છીએ. બાળકોને પણ અન્ય કોઈ મંત્ર આવડતો હોય કે ન આવડતો હોય, પણ, ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય. પણ, શું આટલાં વર્ષોમાં તમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ગાયત્રી મંત્રના જાપ માટે સર્વ શ્રેષ્ઠ સમય કયો છે ? આખરે, કયા સમયે મંત્રજાપ કરવાથી શ્રેષ્ઠતમ ફળની પ્રાપ્તિ કરાવશે માતા ગાયત્રી ?

વાસ્તવમાં ગાયત્રી માતા એ તો વેદમાતા મનાય છે. અને તેમના મંત્રમાં સમસ્ત વેદોના સાર સમાન શક્તિ સમાયેલી છે ! શાસ્ત્ર અનુસાર જોઈએ તો ગાયત્રી મંત્ર એ વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે. આ મંત્રમાં સમસ્ત પાપોનો નાશ કરવાની શક્તિ છે ! ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. આ મંત્રના જાપથી શરીર નિરોગી રહે છે. તેનાથી મનુષ્યને યશ, પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે ! ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત થતા આ અનેક પ્રકારના લાભને લીધે જ લોકો આસ્થા સાથે મંત્રનો જાપ કરતા હોય છે ! પણ, વાસ્તવમાં ગાયત્રી મંત્રના જાપ માટે ત્રણ સમય જ શ્રેષ્ઠ છે ! અને આજે આ ત્રણ શ્રેષ્ઠ સમય વિશે જ વાત કરવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રથમ સમય
ગાયત્રી મંત્રના જાપ માટેનો સૌથી સર્વોત્તમ સમય છે સૂર્યોદય પૂર્વેનો ! કહે છે કે પ્રાતઃકાળમાં સૂર્યોદય પૂર્વે ગાયત્રી મંત્રના જાપનો પ્રારંભ કરવો જોઈએ. અને સૂર્યોદય થઈ ગયા બાદ સુધી આ મંત્રજાપ ચાલુ રાખવા જોઈએ.

બીજો સમય
ગાયત્રી મંત્રના જાપ માટે બીજો શ્રેષ્ઠ સમય છે મધ્યાહનનો ! એટલે કે, તમે બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. જે તમને શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવશે.

ત્રીજો સમય
ગાયત્રી મંત્રના જાપ માટે ત્રીજો શ્રેષ્ઠ સમય છે સાંજનો ! આ માટે સૂર્યાસ્ત થાય તે પૂર્વેથી મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ. અને સૂર્યાસ્ત થઈ ગયા બાદ સુધી આ મંત્રજાપ ચાલુ રાખવા જોઈએ !

લૌકિક માન્યતા અનુસાર ગાયત્રી મંત્રના જાપ માટે આ ત્રણ સમય જ સર્વોત્તમ છે. આ સમય દરમિયાન તમે મુખેથી મોટા અવાજમાં ઉચ્ચારણ કરીને મંત્રનો જાપ કરી શકો છો. પણ, આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવો હોય તો તે મૌન રહીને જ કરવો જોઈએ ! એટલે કે જોરથી અવાજ કર્યા સિવાય માનસિક રૂપે જ મંત્રજાપ કરવો જોઈએ.

આમ જોઈએ તો આ ખૂબ જ નાની બાબતો છે. પણ આ નાની બાબતો જ તમને દેવી ગાયત્રીની સર્વોત્તમ કૃપાને પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ બની રહેશે. તો હવે જ્યારે ગાયત્રી મંત્રનો જાપ કરો ત્યારે જાપ માટેના શ્રેષ્ઠ સમયને ચોક્કસપણે યાદ રાખજો.

આ પણ વાંચો : લંબોદરને પસંદ છે પાંદડાની લીલાશ ! જે પૂર્ણ કરશે તમારી સઘળી આશ !

Next Article