Kiran Bediએ એક એવો VIDEO કર્યો પોસ્ટ, લોકોએ કર્યા ટ્રોલ

|

May 13, 2022 | 2:39 PM

ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદી ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે અને ભારે ટ્રોલ થઈ છે. કિરણ બેદીએ ખોટી માહિતી સાથે વાયરલ થઈ રહેલો એક વીડિયો શેયર કર્યો છે.

Kiran Bediએ એક એવો VIDEO કર્યો પોસ્ટ, લોકોએ કર્યા ટ્રોલ
Kiran Bedi gets trolled for her social media post

Follow us on

ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર કિરણ બેદીએ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેયર કર્યો છે જેને લઈને તે ટ્રોલ થઈ રહી છે. તેમને ટ્રોલ કરવામાં આવ્યા છે કારણ કે તેમાં લખવામાં આવેલા તથ્યો સાચા નથી. વીડિયોમાં એક શાર્ક માછલી (Shark fish) અને હેલિકોપ્ટર જોવા મળે છે. તેણે વીડિયો શેયર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઈ ગયા છે.

કિરણ બેદીએ વીડિયો કર્યો શેયર

કિરણ બેદીએ મંગળવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં એક શાર્ક ઉડતા હેલિકોપ્ટર પર હુમલો કરે છે. એટલું જ નહીં, વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે શાર્ક માછલી આ હેલિકોપ્ટરને ગળી જાય છે અને દરિયામાં ડૂબી જાય છે. પરંતુ આ વીડિયોની ઉપર જે લખાણ લખવામાં આવ્યું છે. તેમાં ખોટી માહિતી લખવામાં આવી છે. વીડિયોની ઉપર લખવામાં આવ્યું છે કે નેશનલ જિયોગ્રાફિક ચેનલે 10 લાખ ડોલર ખર્ચીને આ વીડિયોના અધિકારો ખરીદ્યા છે તે તદ્દન દુર્લભ છે.

આ વીડિયો વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘5 Headed Shark Attack’નો એક સીન છે. જેને કોઈએ ખોટી માહિતી આપીને વાયરલ કર્યો હતો. નેશનલ જિયોગ્રાફિક ચેનલ વિશે આ વીડિયોમાં કરવામાં આવેલો દાવો પણ ખોટો છે. આ વીડિયો બાદ કિરણ બેદીની પણ ઘણી ટીકા થઈ રહી છે. કિરણ બેદીના આ ટ્વીટની નીચે કોમેન્ટ કરતાં યુઝર્સે તેના બે જૂના ટ્વીટ્સને પણ યાદ કરાવ્યા જેમાં તેણે ખોટી માહિતી શેયર કરી હતી.

કિરણ બેદીની આ પોસ્ટ વાયરલ થતાં જ લોકોએ તેની નિંદા કરવાનું શરૂ કરી દીધું હતું. કિરણ બેદીના આ ટ્વીટની નીચે કોમેન્ટ કરીને ઘણા યુઝર્સે તેના બે જૂના ટ્વીટ્સને પણ યાદ કરાવ્યા જેમાં તેણે ખોટી માહિતી શેયર કરી હતી. એક અન્ય વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સ્પેસ એજન્સી નાસાએ સૂર્યનો અવાજ ‘ઓમ’ અવાજ સાથે રેકોર્ડ કર્યો છે. અને બીજો એક વીડિયો એવો હતો કે, એક વૃદ્ધ મહિલાનો ડાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો, જોકે તેણે પછીથી પોતાની ભૂલ સુધારી લીધી. આ પોસ્ટ માટે કિરણ બેદીને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

Next Article