Viral Video: ફૂટપાથ પર બેસીને અભ્યાસ કરતી જોવા મળી છોકરી, ફોટો શેયર કરીને IFSએ લખી આ વાત

|

May 03, 2022 | 9:22 AM

કહેવાય છે કે આત્માઓની ઉડાન કોઈ રોકી શકતું નથી. જ્યાં ઇચ્છા છે ત્યાં માર્ગ છે. તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરતાં IFS અધિકારી સુશાંત નંદાએ (Sushant Nanda) દુષ્યંત કુમાર દ્વારા લખેલી એક કવિતા (Poetry) પોસ્ટ કરી છે.

Viral Video: ફૂટપાથ પર બેસીને અભ્યાસ કરતી જોવા મળી છોકરી, ફોટો શેયર કરીને IFSએ લખી આ વાત
kid study on footpath

Follow us on

કહેવાય છે કે જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય છે અને સાથે જ એવું પણ કહેવાય છે કે, જો કોઈ પણ કામ પ્રત્યે દૃઢ નિશ્ચય હોય તો કંઈ પણ મુશ્કેલ નથી. આ કહેવતને સાચી સાબિત કરતી એક તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને લોકો એકસાથે ગર્વ અને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. આ સાથે જ બધાને આમાંથી પ્રેરણા પણ મળી રહી છે. આ ફોટો (Inspirational Photo) પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલી પોસ્ટને જોઈને તમે પણ કહેશો – શિક્ષણ જ આપણને શ્રેષ્ઠ બનાવે છે.

તસવીરમાં જોવા મળે છે કે એક નાની છોકરી ફૂટપાથ પર બેસીને પક્ષીઓ માટે અનાજ વેચી રહી છે અને આ સિવાય તે અભ્યાસ પણ કરી રહી છે. જો કે આ તસવીર ક્યાંની છે તે અંગે કોઈ નક્કર માહિતી મળી નથી. આ તસ્વીર જોઈને તમે સમજી શકશો કે અભ્યાસનો શોખ વ્યક્તિને કોઈપણ હદ સુધી લઈ જઈ શકે છે. આટલું જ નહીં, આ જુસ્સાનું ફળ તેમને ભવિષ્યમાં સફળતાના રૂપમાં પણ મળે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જૂઓ પ્રેરણાત્મક ફોટો…

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં તેણે દુષ્યંત કુમારની હિન્દી કવિતાની પંક્તિ શેયર કરી અને લખ્યું, ‘આગ જ્યાં પણ છે, પરંતુ આગ પ્રગટેલી હોવી જોઈએ.’ અત્યાર સુધીમાં 300 લોકોએ કમેન્ટ કરી છે. આ સિવાય લોકો તેને જોઈને પોત-પોતાના ફીડબેક આપી રહ્યા છે.

અન્ય એક યુઝરે લખ્યું, ‘વિદ્યા શીખવાની કોઈ જગ્યા નથી, ખૂબ જ સારી, તેને ચાલુ રાખો… ભવિષ્ય માટે તમને શુભકામનાઓ.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘અમે જમીનથી છીએ, અમે જમીન સાથે જોડાઈશું. જુઓ, એક દિવસ અમે ઉંચી ઉડાન ભરશું.’ અન્ય યુઝરે લખ્યું, ‘કોઈ અધિકારીએ આ જગ્યાએ થી નીકળવા જોઈએ..! આ સિવાય બીજા ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

Published On - 9:21 am, Tue, 3 May 22

Next Article