Viral Video : ભારતમાં ક્રિકેટનો ભારે ક્રેઝ છે. એક રીતે કહી શકાય કે ભારતમાં ક્રિકેટ એક ધર્મ બની ગયો છે. બાળપણથી જ બાળકોના હાથમાં બેટ-બોલ આપીને ક્રિકેટર બનવાનું સ્વપ્ન તેમના મનમાં જગાડવામાં આવે છે. જે ક્રિકેટમાં કરિયર નથી બનાવી શકતા, તેવા લોકો પણ ઓફિસ કે ધંધાના સમયે ક્રિકેટ મેચ જોવાનું ચૂક્યા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેને જોઈને તમને તમારુ બાળપણ યાદ આવી જશે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં પહાડી વિસ્તારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક દરેક બોલ પર શાનદાર શોર્ટ મારી રહ્યો છે. ઈશાન કિશન અને સૂર્યાકુમાર યાદવ જે રીતે ટી20માં શોર્ટ મારે છે, તેના કરતા વધારે ખતરનાક શોર્ટ આ બાળક ફટકારતો જોવા મળે છે. આ વીડિયોના કમેન્ટ બોક્સમાં નજર નાખતા જાણવા મળ્યું છે કે આ વીડિયો પાકિસ્તાનનો છે.
આ પણ વાંચો : ફોન પર વાત કરનાર વ્યક્તિએ અચાનક ઉંચી ઈમારત પરથી છલાંગ લગાવી, પછી શું થયું, જુઓ Video
આ પણ વાંચો : Delhi Metro Viral Video : શું ખરેખર દિલ્હી મેટ્રો સ્ટેશન પર જોવા મળ્યો એલિયન, જાણો શું છે સમગ્ર મામલો ?
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર crictracker નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, આ ઓપનિંગ બેટ્સમેન લાગે છે. બીજા એક યુઝરે લખ્યું છે કે, તેણે ખરેખર શાનદાર શોટ્સ ફટકાર્યા. અન્ય ઘણા યુઝર્સ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો : Viral Video : લો બોલો…આ વ્યક્તિને કંટાળો આવે એટલે કરાવે છે સર્જરી, હવે થઈ ગઈ આવી હાલત
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો