Kangana Ranaut: નૂપુર શર્માના સમર્થનમાં આવી કંગના, સોશિયલ મીડિયા પર લોકોએ છેડી ચર્ચા

|

Jun 09, 2022 | 8:44 AM

નૂપુર શર્મા પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચારેય બાજુથી ટીકાઓનો સામનો કરી રહી છે, પરંતુ હવે કંગના રનૌત (Kangana Ranaut) તેના સમર્થનમાં આવી છે. જેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર નુપુર પર પોતાનું નિવેદન આપ્યું છે.

Kangana Ranaut: નૂપુર શર્માના સમર્થનમાં આવી કંગના, સોશિયલ મીડિયા પર લોકોએ છેડી ચર્ચા
Kangana in support of Nupur Sharma

Follow us on

નૂપુર શર્માને (Nupur Sharma) ભારતીય જનતા પાર્ટીએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ સસ્પેન્ડ કરી દીધી છે. પરંતુ તેમ છતાં નૂપુર શર્માની મુસીબતો ઓછી થતી જણાતી નથી. વધી રહેલા કેસને જોઈને નૂપુરે જાહેરમાં માફી પણ માંગી લીધી છે, પરંતુ આ બધાની વચ્ચે બોલિવૂડની ક્વીન કંગના રનૌતે (Kangana Ranaut) તેનો સાથ આપ્યો છે. કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ શેયર કરી છે. જેમાં તેને કહ્યું છે કે તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે હકદાર છે અને નૂપુરને ધમકી આપનારાઓની સખત નિંદા કરી છે.

ઈન્સ્ટા પર સ્ટોરી શેયર કરતા કંગનાએ લખ્યું કે, બધાએ નૂપુરને પોતાનું નિશાન બનાવ્યું છે, પરંતુ જ્યારે આપણા હિન્દુ દેવતાઓનું અપમાન થાય છે ત્યારે અમે કોર્ટનો દરવાજો ખટખટાવતા નથી અને તે બધા માટે સમાન હોવું જોઈએ. અહીં તમારી જાતને ડોન સમજવાની કોશિશ ન કરો. આ ભારત છે, અફઘાનિસ્તાન નથી. આપણી પાસે લોકતંત્ર રીતે ચાલતી સરકાર છે, જે આપણે બધાએ ચૂંટેલી છે. જેઓ આ વાત ભૂલી ગયા છે તેમના માટે આ માત્ર એક રીમાઇન્ડર છે. કંગનાની આ પ્રતિક્રિયા બાદ યુઝર્સે આના પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

અહીં લોકોની પ્રતિક્રિયા જુઓ……….

જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંગના તેના બેબાક મંતવ્ય આપવા માટે જાણીતી છે. તે ખુલ્લેઆમ લોકો સામે પોતાની વાત રાખે છે. જેના માટે તેને ઘણી વખત ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ધાકડ’ રીલિઝ થઈ છે. જે દર્શકોને પસંદ પડી નથી. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ‘મણિકર્ણિકા રિટર્ન્સ’માં જોવા મળશે. આ સિવાય અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ‘ઈમરજન્સી’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જેમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

Next Article