શું તમને ખબર છે જો તમારા ઘરમાં દિકરી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi),એક યોજના થકી દિકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો અનોખો પ્રયત્ન કર્યો છે. તો કઈ છે આ યોજના (Scheme) ? આ યોજનાનો તમે કેવી રીતે મેળવી શકો છો લાભ ? યોજનાના કયા છે ફાયદા ? જાણો તમામ વિગત. કહેવાય છે કે દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપા છે. છતાં આજે પણ કેટલાક સમાજમાં દિકરી પાછળ થતાં ખર્ચને લોકો વ્યર્થ ગણે છે તેને બોજ ગણી દિકરીજન્મથી વિમુખ રહે છે. ત્યારે દિકરી જન્મદર વધારવા અને દીકરીના ભણતર તેમજ તેના લગ્નની ચિંતાથી મુક્ત કરવા સરકારે 2015માં શરૂ કરી, સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samruddhi Yojana).
આ યોજના અંતર્ગત તમે ખાતુ (Account) ખોલાવો છો તો જાણી લો તેની શું છે ખાસિયત.
– દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
– જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકાના હિસાબે વ્યાજ (Interest) મળે છે.
– નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.
– જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ (Tax exemption) મળે છે.
– દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.
હવે જો તમે તમારી દિકરી માટે આ યોજના શરુ કરવા માંગો છો તો કેવી રીતે ખાતુ ખોલાવશો એ જાણી લો…
– નજીકની પોસ્ટઓફિસ (Post Office)માં જઈ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ લો.
– તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
– ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો.
– પોતાનું આઇડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો.
– દિકરીના જન્મના પ્રમાણપત્રની કોપી પણ જોડો.
– પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.
– હવે ફોર્મ અને તમામ ડૉક્યુમેન્ટ્સ (Documents) પોસ્ટ ઓફીસમાં જમા કરાવી દો.
– સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.
– ખાતું ખોલાવતી સમયે અપાશે પાસબુક
– આ યોજનામાં તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.
– આ યોજના પીપીએફ (PPF) યોજના જેવી છે. પરંતુ પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.
– જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.
– જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો.
– યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યારબાદ જન્મેલી દિકરીનું ખાતું ખોલાવી શકાય.
– માતા અને પિતા ગાર્ડિયન (Guardian) તરીકે ખાતું ખોલાવી શકે.
– અનાથ દિકરીના કિસ્સામાં કોર્ટે નિમેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે.
વર્ષ 2015માં શરૂ થયેલી આ યોજનામાં સમયાંતરે કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે…જેમાં
– સ્કીમ અનુસાર દર વર્ષે તેમાં 250 રૂપિયા જમા કરવા જરૂરી છે. જો તે જમા નહીં થાય તો તે ડિફોલ્ટ એકાઉન્ટ (Default account) ગણાશે. નવા નિયમ અનુસાર ખાતાને ફરી એક્ટિવ નહીં કરી શકાય. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દર બચત ખાતા માટે 4 ટકાનો છે.
– સ્કીમના નવા નિયમ અનુસાર દીકરીના મોતની સ્થિતિમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાને સમય પહેલાં બંધ કરવાની પરમિશન આપવામાં આવી છે. જૂના નિયમમાં ખાતાને 2 સ્થિતિમાં બંધ કરી શકાતું. એક તો દીકરીના મૃત્યુ અને બીજું તેના રહેવાનું એડ્રેસ બદલાય તેવી સ્થિતિમાં.
– સ્કીમના આધારે 2થી વધારે દિકરી માટે ખાતું ખોલાવી શકાય છે. એક દિકરીના જન્મ બાદ જુડવા દીકરીઓ જન્મે તો પણ તેના માટે ખાતું ખોલાવી શકાય છે. નવા નિયમ અનુસાર 2થી વધારે દીકરીઓ માટે ખાતું ખોલવા માટે જન્મ પ્રમાણપત્ર (Birth certificate)ની સાથે એફિડેવિટ જમા કરાવવાનું રહેશે.
– નવા નિયમમાં જ્યાં સુધી દીકરી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી તેને ખાતું ઓપરેટ કરવાની મંજૂરી મળશે નહીં. જૂના નિયમમાં તેને 10 વર્ષમાં આ માટેની મંજૂરી મળતી હતી. હવે ખાતાધારક (Account holder) 18 વર્ષ પછી જ તેને ઓપરેટ કરી શકશે. આ સમયે 18 વર્ષે બેંક કે પોસ્ટઓફિસમાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે…
આ પણ વાંચો : Kam Ni Vaat : PPF સહિત પોસ્ટ ઓફિસની 5 યોજનાઓ આપી રહી છે FD કરતા વધુ વ્યાજ, જાણો ક્યાં રોકણ કરવું રહેશે વધુ સારું
આ પણ વાંચો : Kam-Ni-Vaat: શું તમે કોઈ વેપાર ધંધો શરૂ કરવા કે વધારવા માંગો છો ? સરકાર તેના માટે સરળતાથી આપે છે લોન
Published On - 5:44 pm, Tue, 15 March 22