Kam Ni Vaat : સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં થયા આ 5 મોટા ફેરફાર, દિકરીઓનું ભવિષ્ય થશે હવે વધુ સુરક્ષિત

જો તમે તમારી લાડકવાયીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો સુકન્યા સમૃદ્ધિ યોજના છે શ્રેષ્ઠ વિકલ્પ.

Dipali Barot
| Edited By: | Updated on: Aug 10, 2022 | 3:12 PM

દરેક દિકરીના માતાપિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. તેવામાં તેમના જન્મથી જ તેમના માટે યોગ્ય રોકાણ કરવું જરૂરી બની જાય છે. જેથી તેમને કોઈ પણ પ્રકારીની સમસ્યાઓનો સામનો ના કરવો પડે. જો તમે પણ તમારી લાડકવાયીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો. તો , સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજના કેન્દ્ર સરકાર (Central Govt) દ્વારા ખાસ કરીને બાળકીઓ માટે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાથી બાળકી 21 વર્ષની થાય ત્યારે તેનું ભવિષ્ય સુરક્ષિત (Secure the future) થઈ જાય છે. આ એક સરકારી નાની બચત યોજના (Small Savings Scheme) છે, જે છોકરીના ઉચ્ચ શિક્ષણ (Higher education) અને લગ્ન માટે મોટું ભંડોળ (Funds) એકત્રિત કરવામાં મદદ કરે છે.

બેંક FD કરતા મળે છે વધારે રિટર્ન

– સુકન્યા સમૃદ્ધિ યોજના ((Sukanya Samriddhi Yojana)) હેઠળ રોકાણકારો (Investors) ને 7.6 ટકા વળતર મળે છે, જે મોટાભાગની બેંક FD કરતા વધુ છે.
– મોટાભાગની બેંકો લાંબાગાળાની FD પર 6 ટકા સુધી વ્યાજ (Interest rate) ઓફર કરે છે.
– આ યોજના મારફતે જ્યારે બાળકી 21 વર્ષની થાય ત્યારે 65 લાખ સુધીનું ફંડ ભેગુ કરી શકો છો.

સમાજના દરેક વર્ગને આ યોજનાનો લાભ મળી શકે અને દિકરીઓ વધુને વધુ સશક્ત થાય તે માટે સરકારે આ યોજનામાં 5 મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

પહેલો ફેરફાર

– આ સ્કીમમાં પહેલા 80C હેઠળ તમને 2 દીકરીઓના નામે ખાતું ખોલાવવા પર જ ટેક્સ છૂટ (Tax Exemption) નો લાભ મળતો હતો.
– પરંતુ હવેથી જો તમે આ ખાતું ત્રીજી દીકરીના નામે ખોલાવશો તો પણ તમને ટેક્સ છૂટનો લાભ મળશે.
– આ સિવાય જો તમારી જોડિયા દીકરીઓ છે તો તમે તે બંનેનું ખાતું પણ ખોલાવી શકો છો.

બીજો ફેરફાર

– આ સ્કીમમાં તમારે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
– જો તમે તેમાં ન્યૂનતમ રકમ જમા ન કરાવી હોય, તો તમારું ખાતું ડિફોલ્ટ લિસ્ટમાં જતું હતું અને તેના પર વ્યાજનો લાભ મળતો ન હતો.
– પરંતુ હવેથી, તમારે એકાઉન્ટને ફરીથી સક્રિય કરવું પડશે નહીં અને તમારે પાકતી મુદત સુધી જમા રકમ પર વ્યાજનો લાભ મળતો રહેશે.

ત્રીજો ફેરફાર

– અત્યાર સુધી દીકરી માત્ર 10 વર્ષની ઉંમરે જ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી.
– પરંતુ હવેથી દીકરી 18 વર્ષની ઉંમરે જ પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે.

ચોથો ફેરફાર

– ખાતામાં ખોટું વ્યાજ જમા થયું હોત તો તે ઉપાડી લેવામાં આવતું હતું, પરંતુ હવેથી એવું નહીં થાય.
– સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કર્યા બાદ વ્યાજ જમા થયા બાદ પરત લેવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે.

પાંચમો ફેરફાર

– તમને જણાવી દઈએ કે જો દીકરીનું અકાળે અવસાન થાય તો ઘણી વખત ખાતું બંધ થઈ શકે છે.
– પરંતુ હવેથી જો આવું કંઈક થાય અથવા ખાતાધારકને કોઈ જીવલેણ બીમારી (fatal illness) હોય તો આ સ્થિતિમાં પણ ખાતુ બંધ કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની વિશેષતાઓ

– આ સ્કીમમાં તમે માત્ર 0 થી 10 વર્ષની બાળકી માટે જ રોકાણ કરી શકો છો.
– 18 વર્ષની ઉંમરે છોકરી થાપણની રકમના 50 ટકા સુધી રકમ ઉપાડી શકે છે.

કેટલું વ્યાજ મળે છે?

– હાલમાં, સરકાર આ યોજના પર ખાતાધારકોને 7.6 ટકાના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound interest) નો લાભ આપી રહી છે.
– સરકાર 3 મહિના પછી આ યોજનાના વ્યાજ દરોમાં સુધારો કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">