હવે Kacha Amroodના રિમિક્સે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, જૂઓ લોકોની પ્રતિક્રિયાઓ

|

Mar 23, 2022 | 8:06 AM

સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે માત્ર એક ક્લિક કોઈનું પણ નસીબ ફેરવી શકે છે. યુઝર્સ કોઈને પણ રાતોરાત સ્ટાર બનાવી શકે છે. કાચા જામફળ (Kacha Amrood)નું રીમિક્સ ઇન્ટરનેટની દુનિયામાં સામે આવ્યું છે.

હવે Kacha Amroodના રિમિક્સે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, જૂઓ લોકોની પ્રતિક્રિયાઓ
kacha amrood remix video

Follow us on

પશ્ચિમ બંગાળના મગફળી વેચનારા ભુવન બદ્યાકરનું જે ‘કાચા બદામ ગીત’ (Kacha Badam Song) ગાઈને ઈન્ટરનેટ સેન્સેશન બની ગયો. પરંતુ કોને ખબર હતી કે થોડા સમય પછી ‘કાચા અમરૂદ’ (Kacha Amrood) ગીત આવશે અને લોકોના દિલોદિમાગ પર રાજ કરશે. હવે આ ગીતનું રિમિક્સ વર્ઝન (Kacha Amrood Remix) સામે આવ્યું છે. જેમાં જામફળ વેચતા કાકા આશ્ચર્ય ફેલાવતા જોવા મળે છે. આ ગીત હવે સોશિયલ મીડિયાની દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. જો કે આ વાયરલ વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું- દેશ મુશ્કેલીમાં છે, રે બાબા!

તમને યાદ અપાવીએ કે ‘કાચી બદામ’નો ટ્રેન્ડ હિટ થતાંની સાથે જ લારી પર જામફળ વેચતા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં કાકાએ કાચી બદામ જેવા જામફળ વેચવાનું ગીત બનાવ્યું હતું. તેનું રિમિક્સ 14 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું છે. જેણે સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. આ ગીત નોનો રાણા, કેડી કુલદીપ અને મોહમ્મદ શાકીરે ગાયું છે. તેને યુટ્યુબ પર દેશી હિટ મ્યુઝિક નામની ચેનલ પર શેયર કરવામાં આવી છે. યુટ્યુબ પર અપલોડ થયા બાદ આ ગીતને અત્યાર સુધીમાં 1 લાખ 64 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે. જ્યારે 5 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે.

કાચા જામફળ ગીતનો વીડિયો અહીં જુઓ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘યે હરી હરી કચ્ચી કચ્ચી, ક્યા બાત હૈ ચાચા.’ તો બીજી એક યુઝરે ટોણો મારતા લખ્યું છે કે આ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી આગળના સ્તરે જઈ રહી છે. કાચી બદામ, કાચો જામફળ… હવે કાચી કેરી, કાચા કેળા આવવાના છે મિત્રો. અન્ય એક યુઝરે કહ્યું કે આ ગીત સાંભળ્યા બાદ તેનું ડિપ્રેશન લેવલ બમણું થઈ ગયું છે. એકંદરે આ ગીતે લોકોને હસવા માટે મજબૂર કરવાની સાથે કેટલાક લોકોને ચોંકાવી દીધા છે.

આવી રીતે આવ્યું કચ્ચા બદામ

કચ્ચા બદામ ગીત કોઈ પ્રખ્યાત ગાયકે નહીં પણ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના મગફળી વેચનારા ભુવન બદ્યાકરે ગાયું હતું. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે કોઈએ શેરીમાં મગફળી વેચતી વખતે ભૂવનને અનોખી શૈલીમાં ગાયેલું આ ગીત રેકોર્ડ કર્યું. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર આકર્ષક ધૂન બનાવવાનું શરૂ કરી દીધું હતું. હવે જોવાનું એ રહે છે કે કાચા જામફળ કેટલા આયામોને સ્પર્શે છે.

આ પણ વાંચો: Kacha Badam: ‘કચ્ચા બદામ’ પછી હવે પી.વી. સિંધુએ તમિલ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- મલ્ટી ટેલેન્ટેડ

આ પણ વાંચો: Kacha Badam: નાની બાળકી પર પણ છે ‘કચ્ચા બદામ’ની ધૂન સવાર, પોતાના ધમાકેદાર ડાન્સથી જીત્યા લોકોના દિલ

Published On - 6:39 pm, Mon, 21 March 22

Next Article