અરે…આ શું ! પરીક્ષાના ઠીક પહેલા યુવકનું એડમિટ કાર્ડ લઈને ઉડી ગઈ સમડી ! પછી જે થયું જુઓ-Video
એક યુવાન કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષા શરૂ થાય તેની થોડી મિનિટો પહેલા જ એક સમડી યુવાનનું પ્રવેશપત્ર લઈને ઉડી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વિચિત્ર ઘટના જોવા મળી. આ જોઈને બધા ચોંકી ગયા અને ચિંતિત થઈ ગયા. હકીકતમાં એક સમડી પરીક્ષા આપવા ગયેલા એક યુવાનનું પ્રવેશપત્ર એટલે કે એડમિટ કાર્ડ ચાંચથી પકડીને લઈને ઉડી ગઈ હતી.
સમડી યુવકનું ડમિટ કાર્ડ લઈને ઉડી ગઈ
મળતી માહિતી મુજબ આ ઘટના કેરળના કાસરગોડમાં બની હતી. એક યુવાન કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવા આવ્યો હતો. પરીક્ષા શરૂ થાય તેની થોડી મિનિટો પહેલા જ એક સમડી યુવાનનું પ્રવેશપત્ર લઈને ઉડી ગઈ હતી. સમડીએ એડમિટ કાર્ડને ચાંચ અને પંજામાં પકડી લીધું અને ઉડી ગઈ. આ બધી ઘટના શાળા પરિસરમાં હાજર સેંકડો વિદ્યાર્થીઓ અને અધિકારીઓની સામે બની, જે જોઈ બધા ચોંકી ગયા.
View this post on Instagram
વિદ્યાર્થી પરિક્ષામાં બેસી શક્યો કે નહીં?
વાયરલ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે સમડી શાળાના ઉપરના માળે બારી પર બેઠી હતી અને તેની ચાંચમાં એડમિટ કાર્ડ છે. આ ઘટના પછી, યુવાન અને અન્ય ઉમેદવારોએ સમડીને ડરાવવા અને એડમિટ કાર્ડ પાછું મેળવવા માટે વિવિધ રીતો અજમાવી. તેઓએ પથ્થર પણ માર્યા કર્યો પણ સમડી ત્યાંથી ના ઉડી. પરીક્ષા શરૂ થવામાં થોડી જ મિનિટો બાકી હતી, પણ સમડી એ લાંબા સમય સુધી એડમિટ કાર્ડ પકડી રાખ્યું. છેવટે, જ્યારે અંતિમ ઘંટ વાગવાની તૈયારીમાં હતો, ત્યારે સમડીએ કાર્ડ છોડી દીધું.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ પછી યુવકે તરત જ એડમિટ કાર્ડ ઉપાડ્યું અને સમયસર પરીક્ષા ખંડમાં પહોંચી ગયો. અધિકારીઓએ એ પણ સુનિશ્ચિત કર્યું કે તેને પરીક્ષા આપતા અટકાવવામાં ન આવે. કોઈએ આ આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો.
વાયરલ વીડિયો એ એક એવી ક્લિપ છે જે ઓનલાઈન શેરિંગ દ્વારા ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ જાય છે અને નેટીઝન્સમાં લોકપ્રિય બને છે. ત્યારે આવા જ બીજા વાયરલ વીડિયો જોવા અહીં ક્લિક કરો