AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: જેસીબી ચાલકે બાઈક પર બેઠેલા શખ્સની કરી મદદ, લોકોએ કહ્યું માનવતા હજુ જીવે છે

આજના ભાગદોડની દુનિયામાં માનવતા બહુ ઓછા લોકોમાં જોવા મળી રહી છે. લોકો ફક્ત પોતાના કામથી મતલબ રાખે છે, જો બીજાને કોઈ મુશ્કેલી હોય તો તે તેની મદદ કરવાને બદલે, જાણે તેને કોઈ ફર્ક ન પડતો હોય તેવું કરે છે.

Viral: જેસીબી ચાલકે બાઈક પર બેઠેલા શખ્સની કરી મદદ, લોકોએ કહ્યું માનવતા હજુ જીવે છે
JCB man Saved a Bike Rider (Image Credit Source: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 8:13 AM
Share

માત્ર માનવ કહેવાય એટલું પૂરતું નથી, પણ માણસે માણસ બનીને જીવવું જોઈએ અને આ માટે માનવતા હોવી સૌથી જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને ઉપયોગી થાય, તેને મદદ કરે, ગરીબને મદદ કરે અને જે બીજાના દુઃખ અને દર્દને સમજે, ત્યારે તે માણસ કહેવાય છે. જો કે આજના ભાગદોડની દુનિયામાં માનવતા બહુ ઓછા લોકોમાં જોવા મળી રહી છે. લોકો ફક્ત પોતાના કામથી મતલબ રાખે છે, જો બીજાને કોઈ મુશ્કેલી હોય તો તે તેની મદદ કરવાને બદલે, જાણે તેને કોઈ ફર્ક ન પડતો હોય તેમ ફરે છે.

આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે આજની દુનિયા મતલબી બની ગઈ છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા લોકો છે જે હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે. આને લગતો એક ખૂબ જ ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો ‘વાહ… આને કહેવાય મદદ’.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બાઇક ચાલક સહિત કેટલાક વાહનો રોડ પર ફસાયા છે. હવે તમે વિચારતા હશો કે બાઇક ચાલક વરસાદમાં ભીનો થયો હશે, પણ ના. બાઇક સવાર વરસાદમાં ભીનો થયો ન હતો અને તેનું કારણ એ છે કે એક JCB ના ડ્રાઈવરે વ્યક્તિને ભીના થવાથી બચાવવામાં મદદ કરી હતી.

વીડિયો જોઈને તમે સારી રીતે સમજી શકો છો કે જેસીબીવાળાએ કેવી રીતે બાઈકરની મદદ કરી અને તેને વરસાદમાં ભીના થવાથી બચાવ્યો. આ ફની વીડિયો જોઈને તમને હસવું આવશે, પરંતુ સાથે જ તમને તેમાં માનવતા પણ જોવા મળશે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં એક અદ્ભુત વાત લખી છે. તેણે લખ્યું છે કે, ‘જો ઈરાદો હોય તો દરેક વ્યક્તિ કોઈની મદદ કરવા માટે કંઈક કરી શકે છે…’. 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘દિવ્ય દ્રશ્ય છે, પરંતુ સમસ્યા એ છે કે જો JCBર ના ડ્રાઈવરના હાથમાંથી ગિયર સરકી જશે તો આ વ્યક્તિનું શું થશે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે, ‘માનવતા જીવંત છે’.

આ પણ વાંચો: Technology: Instagram એ આપ્યો આંચકો, આ એપને બંધ કરવાની કરી જાહેરાત, 2018 માં કરી હતી લોન્ચ

આ પણ વાંચો: આજથી વિધાનસભા સત્રની શરૂઆત, કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર અંદાજપત્ર રજૂ થવાની સંભાવના

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">