અનંત અંબાણીએ શાહરૂખ ખાનના હાથમાં પકડાવ્યો સાપ, જાણો શું છે કારણ ?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલે જોડિયા બાળકો ક્રિષ્ના અને આદિયાના પ્રથમ જન્મદિવસ નિમીતે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું,18 નવેમ્બરે બંને બાળકો એક વર્ષના થઈ ગયા.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને જમાઈ આનંદ પીરામલે જોડિયા બાળકો ક્રિષ્ના અને આદિયાના પ્રથમ જન્મદિવસ નિમીતે ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું , 18 નવેમ્બરે બંને બાળકો એક વર્ષના થઈ ગયા. અંબાણીની પાર્ટીમાં મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન સુપરસ્ટાર શાહરૂખ ખાન પણ આ ખાસ પાર્ટીનો હિસ્સો બન્યા હતા.
શાહરૂખના ફેન પેજએ સોશિયલ મીડિયા પાર્ટીનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં શાહરૂખ ખાન અનંત અંબાણી સાથે જોવા મળે છે. આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. વાસ્તવમાં, વીડિયોમાં, અનંત અંબાણી પાર્ટીમાં પહોંચતા જ શાહરૂખ ખાન પાસે જાય છે અને તેના હાથમાં સાપ મૂકે છે. જો કે સાપને પકડતી વખતે શાહરૂખ બિલકુલ નર્વસ નથી લાગતા. કિંગ ખાનને જોઈને લાગે છે કે તે ખૂબ એન્જોય કરી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાનની સ્ટાઈલ જોઈને યૂઝર્સ ફરીથી તેના દિવાના થઈ ગયા છે. કિંગ ખાન લાંબા વાળ સાથે ડાર્ક ચશ્મા પહેરીને જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં શાહરૂખ ખાન સિવાય કેટરિના કૈફ, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂર અને કરણ જોહર તેમના બે બાળકો સાથે આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આ વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. પઠાણની જોરદાર કમાણી બાદ તેણે જવાન સાથે બોક્સ ઓફિસ પર પોતાનો ઝંડો લગાવ્યો. શાહરૂખ ખાન તાજેતરમાં જ સલમાન ખાનની ટાઈગર 3માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. શાહરૂખનો કેમિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના રોલની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.