ટામેટાંના ભાવ આસમાને, સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા ફની મીમ્સ, લોકો બોલ્યા ‘ટામેટા કરતા સોનું ખરીદવું સારુ’

હવે ટામેટાંની કિંમત વધી હોવાથી સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ફની પોસ્ટ શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ટામેટાંના ભાવ આસમાને, સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા ફની મીમ્સ, લોકો બોલ્યા 'ટામેટા કરતા સોનું ખરીદવું સારુ'
price rise in Tomato

ટામેટાના ભાવ દિવસેને દિવસે વધી (Price rise in Tomato) રહ્યા છે. તેની કિંમત હવે પેટ્રોલના (Petrol Price) દરને પણ પાછળ છોડી દીધી છે. દેશના ઘણા ભાગોમાં ટામેટાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. તેની કિંમત 100 થી 120 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઈ છે. ટામેટાંના સૌથી મોટા ઉત્પાદક આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) તેની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. હોલસેલમાં તેનો ધંધો જોનારાઓના મતે શિયાળાની ઋતુમાં ટામેટાંનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ ઘણી જગ્યાએ પૂરના કારણે ઘણો પાક બરબાદ થયો છે અને તેના કારણે ટામેટાના ભાવ આસમાને છે.

 

હવે ટામેટાંની કિંમત મોટી હોવાથી સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ્સ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ફની પોસ્ટ શેર કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમ કે તમે બધા જાણો છો કે આંધ્ર પ્રદેશ સૌથી વધુ ટામેટા ઉત્પાદક રાજ્ય છે, તેથી અહીં પૂરને કારણે ટામેટાંના ભાવ ખૂબ જ ઝડપથી વધી ગયા છે.

 

લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતાં, કેટલાક કહે છે કે ટામેટાં કરતાં સોનું ખરીદવું વધુ સારું છે. તો કોઈ કહે છે કે ટામેટાના ભાવ પેટ્રોલ અને ડીઝલ કરતા પણ વધી ગયા છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘પેટ્રોલ પર 5 રૂપિયા ટામેટાં પર 50 રૂપિયા ઘટાડ્યા અને કપડાં પર 7% વધ્યા’, તો એકે લખ્યું, આ સિવાય લોકો રિએક્શન ઈમોજી દ્વારા ચોંકાવનારા ઈમોજી, લાફિંગ ઈમોજી અને બીજા ઘણા બધા રિએક્શન આપી રહ્યા છે.

આ પણ વાંચો – Vibrant Gujarat Global Summit 2022 : વાઈબ્રન્ટ ગુજરાતમાં વિક્રમી મૂડીરોકાણ આકર્ષવા દિલ્લીમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે રોડ શો

આ પણ વાંચો – Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો – 19 માં માળથી પડેલી મહિલા 17 માં માળે જઇને લટકી, વીડિયો જોઇ તમારા પણ રુવાડાં ઉભા થઇ જશે

Click on your DTH Provider to Add TV9 Gujarati