AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 માં માળથી પડેલી મહિલા 17 માં માળે જઇને લટકી, વીડિયો જોઇ તમારા પણ રુવાડાં ઉભા થઇ જશે

આ ઘટનાની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા કપડા ધોઈને સૂકવવા મૂકી રહી હતી ત્યારે બાલ્કનીના કિનારેથી નીચે પડી ગઈ હતી. મહિલાને બચાવવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

19 માં માળથી પડેલી મહિલા 17 માં માળે જઇને લટકી, વીડિયો જોઇ તમારા પણ રુવાડાં ઉભા થઇ જશે
Rescue Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:32 AM
Share

બહુમાળી ઇમારતો (Multistorey Building) સુંદર લાગે છે. એવું લાગે છે કે તે આકાશને સ્પર્શી રહી છે. એવા ઘણા લોકો છે જેઓ આ ઉંચી ઈમારતોમાં રહેવાનું સપનું જુએ છે, પરંતુ ક્યારેક આ ઉંચી ઈમારતો જોખમી પણ સાબિત થાય છે. હવે તમે વાયરલ વીડિયો (Viral Video) જોઈને અંદાજ લગાવી શકો છો કે તે કેટલું જોખમી છે.

ખરેખર, ચીનના જિયાંગસુ પ્રાંતના યાંગઝુ નામના શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના કેમેરામાં કેદ થઈ છે.એક 82 વર્ષીય મહિલા અચાનક 19મા માળની બાલ્કનીમાંથી પડી જતા બચી ગઈ હતી. તે ફ્લોર પરથી નીચે પડી ગઈ હતી, પરંતુ 17મા માળે તેનો જીવ બચાવ્યો હતો.

વાસ્તવમાં મામલો એવો છે કે મહિલા 19મા માળે રહે છે અને કપડા ધોયા બાદ તેને સુકવવા માટે બાલ્કનીમાં આવી હતી. ત્યારબાદ તેનો પગ બાલ્કનીમાંથી લપસી ગયો અને તે સીધી નીચે ગઇ. સદનસીબે મહિલાનો પગ કપડાની રેકમાં ફસાઈ ગયો. આ દરમિયાન તેનું માથું, હાથ અને ધડ 17માં માળે લટકેલા હતા. આ દૃશ્ય જોનાર લોકોના હ્રદયના ધબકારા થંભી ગયા હતા

જો કે, સદનસીબે, મહિલાને બચાવવા માટે ફાયર ફાઇટર સમયસર પહોંચી ગયા હતા, જ્યાં એક ટીમે 18માં માળે મહિલાના પગ પકડી લીધા હતા. બીજી ટીમે 17મા માળેથી તેના શરીર પર દોરડું બાંધ્યું હતું. આ રીતે બચાવકર્તા મહિલાને સુરક્ષિત રીતે બિલ્ડિંગની અંદર ખેંચવામાં સફળ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલા થાકી ગઈ હતી, પરંતુ તેને ગંભીર ઈજા થઈ ન હતી.

આ ઘટનાની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા કપડા ધોઈને સૂકવવા મૂકી રહી હતી ત્યારે બાલ્કનીના કિનારેથી નીચે પડી ગઈ હતી. મહિલાને બચાવવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 9,000થી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, લોકો મહિલાનો જીવ બચાવવા માટે ફાયર ફાઇટર્સની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી છે ‘બચાવ કરનારાઓને સલામ’, જ્યારે ત્યાં અન્ય એક યુઝરે લખ્યું છે. ‘ફાયર ફાઇટર્સ દ્વારા અદ્ભુત કાર્ય’. એક યુઝરે એવી કોમેન્ટ પણ કરી છે કે ‘તે મહિલા 18મા માળે રાખેલા કપડાની રેકને કારણે બચી ગઈ’.

આ પણ વાંચો – Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 25 નવેમ્બર: બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોને આજે વ્યાજબી નફો થશે, વિવાહિત જીવન સામાન્ય રહેશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 25 નવેમ્બર: વિદેશ જતા સંતાન સાથે જોડાયેલી કાર્યવાહી શરૂ થશે, વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય સારો ચાલી રહ્યો છે

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
g clip-path="url(#clip0_868_265)">