કાળઝાળ ગરમીમાં સ્પાઈસ જેટના વિમાનનું AC થયું ખરાબ, અનેક મુસાફરોની તબિયત લથડી, વીડિયો થયો વાયરલ

|

Jun 19, 2024 | 3:07 PM

BREAKING: દિલ્હીથી દરભંગા જઈ રહેલા સ્પાઈસ જેટના મુસાફરોને આકરી ગરમી વચ્ચે એક કલાકથી વધુ સમય સુધી પ્લેનમાં બેસી રહેવું પડ્યું હતું.

કાળઝાળ ગરમીમાં સ્પાઈસ જેટના વિમાનનું AC થયું ખરાબ, અનેક મુસાફરોની તબિયત લથડી, વીડિયો થયો વાયરલ
SpiceJet

Follow us on

Spicejet flight Passengers Video: બુધવારે  દિલ્હીથી દરભંગા જઈ રહેલી ફ્લાઈટ નંબર SG486માં મુસાફરી કરી રહેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે લગભગ એક કલાક સુધી એસી બંધ રહ્યું હતું અને તે એક કલાક ફ્લાઈટમાં સવાર મુસાફરો માટે સજાથી ઓછો નહોતો. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ફ્લાઈટની અંદરનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગરમીથી લોકો પરેશાન છે. લોકો પરસેવો 

AC બંધ હોવાને કારણે ફ્લાઈટમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું હતું

ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. એસી બંધ હોવાને કારણે ફ્લાઈટમાં ભેજના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો ટિકિટ કે અન્ય કોઈપણ ચીજવસ્તુઓ હાથમાં લઈને ફરતા હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકોને AC માટે લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન ફ્લાઈટની અંદરનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતું.

મુસાફરોએ તેમની અગ્નિપરીક્ષા વર્ણવી

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે કહ્યું કે તે આ ફ્લાઈટમાં દિલ્હીથી દરભંગા ગયો હતો. દિલ્હી એરપોર્ટ પર ચેક-ઈન કર્યા બાદ ફ્લાઈટમાં એક કલાક સુધી એર કંડિશનિંગ (AC) ચાલુ કરવામાં આવ્યું ન હતું. ફ્લાઇટની અંદરનું તાપમાન 40 ડિગ્રી હતું. મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફ્લાઈટ ટેક ઓફ કરી ત્યારે એસી ચાલુ થઈ ગયું હતું.

Next Article