રીયલ ભલ્લાલદેવ……વ્યક્તિને ચડ્યું રિલ્સ બનાવવાનું ભૂત, આખલાએ એવો ભણાવ્યો પાઠ કે આખી જીંદગી રહેશે યાદ

|

Dec 01, 2022 | 7:34 AM

હમણાં ઘણાં સમયથી આપણે જોઈએ છીએ કે રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. ઢોરે ક્યારેક લોકોને મારીને પછાડ્યા હોવાના દાખલા પણ છે. ક્યારેક રસ્તે જતાં જો આખલો જોઈ જઈએ તો સમજદાર લોકો તેનો રસ્તો બદલી નાખે છે. ઘણી વખત કોઈ કારણ વગર આખલા લોકો પર હુમલો કરે છે.

રીયલ ભલ્લાલદેવ......વ્યક્તિને ચડ્યું રિલ્સ બનાવવાનું ભૂત, આખલાએ એવો ભણાવ્યો પાઠ કે આખી જીંદગી રહેશે યાદ
Shocking video

Follow us on

જીવનમાં સાહસ જરૂરી છે, પરંતુ તેના ચક્કરમાં હાડકાં ભાંગી નાખે એવા સાહસ ન કરવા જોઈએ. ફિલ્મોમાં અદ્ભુત સ્ટંટ જોઈને કોને એવું કંઈ કરવાનું મન થતું નથી, પરંતુ ફિલ્મોમાં કલાકારો કોઈપણ સ્ટંટ ખૂબ જ ધ્યાનથી કરે છે. તેના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હોય છે, પરંતુ આજકાલ લોકો વગર વિચાર્યે સ્ટંટ કરવા લાગે છે. હવે આ ક્લિપ પર એક નજર નાખો જે સામે આવી છે જ્યાં એક માણસે આખલા સાથે તેના શિંગડા વડે લડવાનું શરૂ કર્યું.

હમણાં ઘણાં સમયથી આપણે જોઈએ છીએ કે રસ્તે રખડતાં ઢોરનો ત્રાસ વધતો જાય છે. ઢોરે ક્યારેક લોકોને મારીને પછાડ્યા હોવાના દાખલા પણ છે. ક્યારેક રસ્તે જતાં જો આખલો જોઈ જઈએ તો સમજદાર લોકો તેનો રસ્તો બદલી નાખે છે. ઘણી વખત કોઈ કારણ વગર આખલા લોકો પર હુમલો કરે છે પણ ઘણા લોકો એવા હોય છે જેમને આખલા મારી પણ નાખે છે. તેથી તેઓ બિનજરૂરી મુશ્કેલીમાં મુકાય છે. આ ક્લિપ પર જ એક નજર નાખો, જ્યાં એક વ્યક્તિએ તેના સ્ટંટ બતાવવા માટે આખલાના શિંગડાને પકડ્યો અને પછી 2 સેકન્ડની અંદર, તે માણસને હવામાં ઉછાળીને તેને જમીન પર ફેંકી દીધો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીં, વીડિયો જુઓ……

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વીડિયો બનાવવાની પ્રક્રિયામાં એક વ્યક્તિ આખલા સાથે લડવા લાગે છે. પહેલા તો આખલો કંઈ કરતો નથી અને વ્યક્તિ આનો ફાયદો ઉઠાવીને પોતાની તાકાત બતાવવાની કોશિશ કરવા લાગે છે, પરંતુ આ દરમિયાન બળદને ગુસ્સો આવે છે અને તે તેને ઉપાડી ફેંકી દે છે.

આ વીડિયોને ટ્વિટર પર @TheBest_Viral નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 51 હજારથી વધુ લોકોએ જોયો છે અને કોમેન્ટ કરીને પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે, સ્ટંટ કરતી વખતે લોકો ખરેખર પોતાના જીવની પણ પરવા કરતા નથી. બીજી તરફ અન્ય એક યુઝરે કહ્યું કે, આપણે આવા ખતરનાક સ્ટંટથી બચવું જોઈએ. બીજાએ લખ્યું, આગલી વખતે સ્ટંટ કરતા પહેલા આ ઘટના ચોક્કસ યાદ રાખજો. આ સિવાય બીજા પણ ઘણા લોકો કોમેન્ટ કરીને પોતાના ફીડબેક આપી રહ્યા છે.

Next Article