Desi Jugad : ખચાખચ ભરેલી ટ્રેનમાં વ્યક્તિએ આ રીતે મેળવી સીટ, જુગાડ જોઇને લોકો બોલ્યા Wah…

|

Nov 25, 2021 | 2:01 PM

આપણે બધા જાણીએ છીએ કે ભારતની ટ્રેનોમાં કેટલી ભીડ હોય છે. જનરલ કોચની વાત તો છોડો, રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં પણ લોકોને ભાગ્યે જ સીટ મળે છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે ચોક્કસપણે તમને મદદ કરી શકે છે.

Desi Jugad : ખચાખચ ભરેલી ટ્રેનમાં વ્યક્તિએ આ રીતે મેળવી સીટ, જુગાડ જોઇને લોકો બોલ્યા Wah...
Desi Jugad

Follow us on

જુગાડના (Indian Jugad) મામલામાં ભારતીય લોકોનો કોઇ જવાબ જ નથી. આ જ કારણ છે કે મોટા મોટા દિગ્ગજો પણ આપણા જુગાડ અને ઇનોવેશનને (Innovation) જોઈને ક્ષણભર માટે સ્તબ્ધ થઈ જાય છે. આપણે આપણા જુગાડુ વિચારોથી અશક્ય કાર્યો પણ સરળતાથી કરી લઇએ છીએ, હવે તાજેતરમાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને (Viral Video) જુઓ, કેવી રીતે એક વ્યક્તિએ જુગાડ દ્વારા ટ્રેનમાં સીટ બનાવી.

આપણે બધા જાણીએ છીએ કે ભારતની ટ્રેનોમાં કેટલી ભીડ હોય છે. જનરલ કોચની વાત તો છોડો, રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં પણ લોકોને ભાગ્યે જ સીટ મળે છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે તે ચોક્કસપણે તમને મદદ કરી શકે છે કારણ કે અહીં એક વ્યક્તિએ જુગાડ લગાવીને ભરચક ટ્રેનમાં પોતાના માટે એક સરસ સીટ બનાવી છે. જો તમે ક્યારેય આવી ભીડમાં ફસાઈ જાવ તો આ જુગાડનો સહારો લઈ શકો છો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટ્રેનના કોચમાં તમામ સીટો ભરાઈ ગઈ છે અને તેમાં બેસવા માટે કોઈ જગ્યા બચી નથી. આ સ્થિતિમાં વ્યક્તિએ એક ચાદર લીધી અને તેનો એક છેડો ત્યાં હાજર સામાન ધારકને અને બીજો છેડો આગળની સીટ પર બાંધી દીધો અને જુગાડ દ્વારા જાતે સીટ બનાવી. આ વ્યક્તિનું જુગાડ જોઈને તમે પણ સમજી ગયા હશો કે આપણે ભારતીયો જુગાડ દ્વારા કંઈ પણ કરી શકીએ છીએ.

જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘લોકોના મગજમાં કેવી રીતે આઈડિયા આવે છે.’ આ સિવાય બીજા પણ ઘણા યુઝર્સ છે જેમણે વીડિયો પર કોમેન્ટ કરી અને આ વ્યક્તિના વખાણ કર્યા.

તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર memes.bks નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને 74 હજારથી વધુ વ્યુઝ મળ્યા છે.

 

આ પણ વાંચો –

Name Astrology: બેસ્ટ હસબન્ડ તરીકે સાબિત થાય છે આ અક્ષરના નામવાળા પુરુષો, શું તમારું નામ પણ આ અક્ષરથી શરૂ થાય છે ?

આ પણ વાંચો – Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર

Next Article