લાંબા નખ રાખવાનો ટ્રેન્ડ છે. સુંદરતાની દૃષ્ટિએ આ ટ્રેન્ડ ભલે સારો હોય, પરંતુ વૈજ્ઞાનિકોએ લાંબા નખ પર કરેલું સંશોધન ચોંકાવનારું છે અને ચેતવણી પણ આપે છે. સંશોધન કહે છે કે લાંબા માનવ નખ 32થી વધુ બેક્ટેરિયા (Bacteria) અને ફૂગની (Fungus) 28થી વધુ પ્રજાતિઓનું ઘર હોઈ શકે છે. આ દાવો અમેરિકન યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન DCના (American University) વૈજ્ઞાનિકોએ કર્યો છે. સંશોધકોનું કહેવું છે કે, સંશોધન દરમિયાન લાંબા નખમાં સ્ટેફ ઓરિયસ નામના બેક્ટેરિયા પણ જોવા મળ્યા છે. આ એક બેક્ટેરિયા છે. જે ત્વચાના ચેપ માટે જવાબદાર છે અને એન્ટિબાયોટિક્સથી પ્રભાવિત નથી. આ બેક્ટેરિયા નખની નીચે જ હોઈ શકે છે. જ્યારે તેઓ વસ્તુઓને સ્પર્શ કરે છે અને ચેપના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ નખ સુધી પહોંચે છે.
નખની નીચે રહેલા બેક્ટેરિયા અને ફૂગને નરી આંખે જોઈ શકાતા નથી. તેથી આ ‘અજાણ્યા જોખમ’થી પોતાને સજાગ કરવાની જરૂર છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના સંશોધનમાં આ ખતરાને લઈને ચેતવણી આપી છે.
નખમાં હાજર બેક્ટેરિયા અને ફૂગનો ચેપ કેવી રીતે ફેલાય છે, કયા પ્રકારના નખ તેના જોખમને વધુ વધારે છે અને કયા લક્ષણો ચેતવણી આપતા હોય છે? જાણો આ સવાલોના જવાબ…
વોશિંગ્ટન DCના જીવવિજ્ઞાની ડો. જેફરી કૈપ્લેનના જણાવ્યા અનુસાર, હાલમાં લાંબા કૃત્રિમ, કુદરતી, જેલ અને એક્રેલિક નખનો ટ્રેન્ડ છે. આ પ્રકારના નખ વધુ જોખમમાં છે. કારણ કે તે વધુ બેક્ટેરિયા અને ફૂગનું ઘર બની શકે છે. નખને ખાવાથી, મોં વડે કાપવાથી કે ખંજવાળ પર નખમાં રહેલા આ બેક્ટેરિયા શરીરના ઘણા ભાગોમાં પહોંચી જાય છે અને ચેપનું કારણ બને છે. જ્યારે આવું થાય છે, ત્યારે નખનો આકાર પણ બગડવા લાગે છે.
મીડિયાના રિપોર્ટમાં સંશોધકોનું કહેવું છે કે, સામાન્ય રીતે આ બેક્ટેરિયા નુકસાન નથી કરતા. પરંતુ જો તેનું ગંભીર ઈન્ફેક્શન ફેલાઈ જાય તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, નખના ભાગમાં સોજો, નખ જાડા થવા જેવા લક્ષણો દેખાવા લાગે છે.
નખ નિષ્ણાંત કાયલા ન્યુમેન નવા સંશોધન પર કહે છે, હું આ સંશોધન સાથે સહમત નથી. કારણ કે જે લોકો લાંબા નખને પ્રોત્સાહન આપે છે. તેઓ સારી રીતે જાણે છે કે તેમને કેવી રીતે સ્વચ્છ રાખવા.
2020માં એક સંશોધન થયું હતું. જેમાં સંશોધકોએ દાવો કર્યો હતો કે, ફૂગની 100થી વધુ પ્રજાતિઓ મનુષ્યના પગ અને નખ નીચે રહે છે. અમેરિકન રેપર કાર્ડી-બીને 2020માં તેના લાંબા નખ કાપવા પડ્યા હતા. અમેરિકન સિંગર બિલી ઇલિશ પણ લાંબા નખના કિસ્સાનું એક ઉદાહરણ છે.
જો તમારા નખ લાંબા હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું? તેના પર યુએસ હેલ્થ એજન્સી સીડીસીનું કહેવું છે કે, નખ નાના રાખવા જોઈએ. જેથી કરીને તેમાં ધૂળ અને બેક્ટેરિયાનું ઘર ન બને. આ તે છે જ્યાં ચેપ ફેલાય છે. આ સાથે નખની સુંદરતા વધારવા માટે વપરાતા સાધનોને ઉપયોગ પહેલા અને પછી સ્ટેરિલાઈઝ કરવાની જરૂર છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-