Viral Photo: મુસાફરોથી ભરેલી ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળ્યો ઘોડો, તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
ઘોડાની (Horse) તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં તે મુસાફરોથી ભરેલી ટ્રેનમાં (Train) મુસાફરી કરતો જોવા મળે છે. જેને જોયા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
સોશિયલ મીડિયા (Social Media) પર કેટલીક અજીબો ગરીબ વાતો સામે આવતી રહે છે. ઘણી વખત તેમને જોયા પછી આશ્ચર્ય થાય છે તો સાથે જ કેટલીક બાબતો એવી પણ સામે આવે છે કે જેને જોઈને હસવું આવે છે. તાજેતરના સમયમાં એક આવી જ તસવીર લોકોમાં ચર્ચામાં છે, જેને જોઈને તમે ચોક્કસ હસી પડશો. ઘણી વાર તમે પેસેન્જરોથી ભરેલી ટ્રેન જોઈ હશે, જ્યાં લોકો પાસે પગ મૂકવાની પણ જગ્યા ન હોય, પરંતુ જો આવી સ્થિતિમાં કોઈ ઘોડો લોકો સાથે મુસાફરી કરવા લાગે તો? હા, તમે બરાબર વાંચ્યું છે, આવો જ એક કિસ્સો આ દિવસોમાં બંગાળમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ઘોડો મુસાફરો સાથે મુસાફરી કરતો જોવા મળ્યો છે.
આ તસવીર ક્યાં લેવામાં આવી છે. તેની રેલવેએ હજુ સુધી પુષ્ટિ કરી નથી, પરંતુ વાયરલ થઈ રહેલા વીડિયોને જોયા બાદ લોકોએ દાવો કર્યો છે કે આ તસવીર પશ્ચિમ બંગાળની સિયાલદાહ-ડાયમંડ હાર્બર ડાઉન લોકલ ટ્રેનની છે. મુસાફરોએ (Passengers) ઘોડા સાથે ટ્રેનમાં ચઢવા વાળી વ્યક્તિ સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં.
જૂઓ તસ્વીર
ट्रेन में सफर करते एक घोड़े का वीडियो वायरल हो रहा है. लोगों की भारी भीड़ के बीच ये घोड़ा सियालदह-डायमंड हार्बर डाउन लोकल ट्रेन में खड़ा दिखता है. #India #IncredibleIndia #WestBengal pic.twitter.com/7PJfj5kWP6
— Swarnali Sarkar (@Swarnalisar08) April 8, 2022
વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ઘણા મુસાફરો ટ્રેનના એક ડબ્બામાં ઉભા છે અને તે જ સમયે તેમની સાથે એક ઘોડો પણ દેખાઈ રહ્યો છે અને બે યુવકોએ ઘોડા પર હાથ મૂક્યો છે. જ્યારે, અન્ય વ્યક્તિના હાથમાં ઘોડાની લગામ છે. જોકે આસપાસ ઉભેલા મુસાફરો એ ઘોડાને કુતૂહલથી જોઈ રહ્યા છે. આ તસવીર જોયા બાદ લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે મુસાફરી દરમિયાન આવી ઘટના કેવી રીતે બને છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દક્ષિણ 24 પરગણાના બરુઈપુર વિસ્તારમાં ઘોડાની દોડ ચાલી રહી હતી. આ ઘોડાના માલિકે તે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને રેસ પુરી થયા બાદ તેણે તેને ટ્રેનમાં જ પાછો લાવ્યો હતો. ઈસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે, તેમને પણ આવો ફોટો મળ્યો છે અને તેણે તેની તપાસના આદેશ પણ આપ્યા છે. નોંધનીય છે કે રેલ્વેએ ટ્રેનમાં પ્રાણીઓને લઈ જવા માટે અલગ નિયમો બનાવ્યા છે અને આ રીતે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં કોઈ પ્રાણીને લઈ જવું એ નિયમોનું સીધું ઉલ્લંઘન છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Animal Viral Video: બાહુબલી સ્ટાઈલમાં હાથી પર ચડતો જોવા મળ્યો મહાવત, લોકોએ કહ્યું ‘અસલ બાહુબલી તો આ છે’
આ પણ વાંચો: Animal News: જાણો આ સમજુ ગાય વિશે, જે રહે છે માણસની સાથે ઘરમાં