આનંદ મહિન્દ્રાએ શેર કરી ભારતની છેલ્લી દુકાનની તસવીર, કહ્યું અહીંની એક કપ ચા પણ મૂલ્યવાન

|

Feb 11, 2022 | 8:49 AM

આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી, 'हिंदुस्तान की अंतिम दुकान ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકોએ અહીં તેમના અનુભવો અને તસવીરો શેર કરવાનું શરૂ કર્યું

આનંદ મહિન્દ્રાએ શેર કરી ભારતની છેલ્લી દુકાનની તસવીર, કહ્યું અહીંની એક કપ ચા પણ મૂલ્યવાન
Hindustan ki antim dukaan (Photo social media)

Follow us on

દેશના જાણીતા બીઝનેસમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ પ્લેટફોર્મ પર ઘણા સક્રિય હોય છે, અને અવારનવાર સોશિયલ મીડિયા (Social Media)પર રોચક જાણકારી શેર કરતા હોય છે. તાજેતરમાં તેમણે ટ્વિટ કરી ‘हिंदुस्तान की अंतिम दुकान ‘ની તસવીર શેર કરી હતી.’हिंदुस्तान की अंतिम दुकान ‘ તસવીરને રીટ્વીટ કરીને, તેણે પૂછ્યું, “શું તે દેશના સૌથી ખાસ સેલ્ફી સ્થળોમાંનું એક નથી?” આ જગ્યાએ એક કપ ચા પીવી ખુબ મહત્વની હશે.

ખરેખર, આનંદ મહિન્દ્રાએ જે દુકાનની તસવીર રીટ્વીટ કરી છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. ખાસ વાત એ છે કે આ દુકાન ચીનની સરહદ પર સ્થિત માના ગામમાં બનેલી છે. મળતી માહિતી મુજબ, તેને ચંદર સિંહ બરવાલ ચલાવે છે. તેણે આ ચાની દુકાન લગભગ 25 વર્ષ પહેલા શરૂ કરી હતી. અહીં આવતા પ્રવાસીઓમાં આ દુકાન ખૂબ જ લોકપ્રિય છે. અહીં ટ્રેકિંગ માટે આવતા પ્રવાસીઓ આ દુકાનમાંથી ચા અને મેગી વગર આગળ વધતા નથી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ગામની નજીકના મેઇન રોડ પર એક બોર્ડ પણ લખેલું છે કે માના ગામ આ સરહદ પરનું છેલ્લું ભારતીય ગામ છે. અહીં આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે માના ગામનું જૂનું નામ મણિભદ્રપુરમ હતું.અહીંના સ્થાનિક લોકો તેને મહાભારતની વાર્તા સાથે જોડે છે. આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી લોકોએ તેની સાથે જોડાયેલી વાતો કહેવાનું શરૂ કર્યું. કહેવાય છે કે પાંડવો આ રસ્તેથી સ્વર્ગમાં ગયા હતા.

આનંદ મહિન્દ્રાના ટ્વીટ પછી, ‘हिंदुस्तान की अंतिम दुकान ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકોએ અહીં તેમના અનુભવો અને તસવીરો શેર કરવાનું શરૂ કર્યું. આ પછી આનંદ મહિન્દ્રાએ ફરી ટ્વિટ કરીને લખ્યું કે લોકો જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે અને જબરદસ્ત તસવીરો પણ મળી રહી છે. હું તેમાંથી કેટલાક શેર કરવા જઈ રહ્યો છું.

આ પણ વાંચો : 24 વર્ષે યોજાશે મહેસાણા APMCની ચૂંટણી, ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતદાન પ્રક્રિયા

આ પણ વાંચો :Happy Birthday Rajat Kapoor : રજત કપૂરે ક્યારેક ઈમેલથી દોસ્તો પાસે માંગ્યા હતા પહેલી ફિલ્મના દિગ્દર્શન માટે પૈસા, તે જ ફિલ્મને મળ્યો ‘નેશનલ એવોર્ડ’

Next Article