Cute Video : મદનિયાઓને ઘેરીને આસપાસ ફરતું હતું હાથીઓનું ટોળું, લોકોએ કહ્યું, “આ Z+++ સુરક્ષા છે”

|

Jun 23, 2022 | 3:44 PM

Elephant Cute Video: હાથીઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથીઓ પોતાના બચ્ચાઓની આસપાસ રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા. આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે અને લખ્યું છે કે, આ Z+++ સુરક્ષા છે. વીડિયો કોઈમ્બતુરનો જણાવવામાં આવી રહ્યો છે.

Cute Video : મદનિયાઓને ઘેરીને આસપાસ ફરતું હતું હાથીઓનું ટોળું, લોકોએ કહ્યું, આ Z+++ સુરક્ષા છે
herd of elephants video goes to viral

Follow us on

પરિવારમાં જે સુખ છે તે બીજે ક્યાંય નથી. પરિવાર (Family) સાથે હોય તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લડવાની તાકાત આપે છે. પરિવાર જ સુખ-દુઃખમાં સાથે રહીને એકબીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. જો કે, પરિવારની આ વિશેષતા માત્ર માણસોમાં જ જોવા મળતી નથી, પરંતુ પ્રાણીઓ પણ આ જ રીતે તેમના પરિવારને ટેકો આપે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમે પણ સમજી શકશો કે તે માણસ હોય કે પ્રાણી, બંનેમાં લાગણીઓ સમાન છે. વીડિયોમાં હાથીઓનું ટોળું (Herd of Elephants) એક નવજાત હાથીની આસપાસ ફરતું જોવા મળે છે. આ જોઈને એવું લાગે છે કે જાણે હાથી (Elephant) બાળકને Z+ સુરક્ષા આપીને ચાલી રહ્યું છે.

વાઈરલ થઈ રહેલો આ વીડિયો માત્ર 38 સેકન્ડનો છે, પરંતુ ઈન્ટરનેટ પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. IFS ઓફિસર સુશાંત નંદાએ હાથીનો આ ક્યૂટ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘પૃથ્વી પર કોઈ પણ નવજાત બાળકને હાથીઓના ટોળા કરતાં વધુ સારી સુરક્ષા આપી શકે નહીં. આ Z+++ સુરક્ષા છે.અધિકારીના જણાવ્યા અનુસાર, આ નજારો સત્યમંગલમ કોઈમ્બતુર રોડનો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તો, ચાલો જોઈએ આ Z+++ સુરક્ષાનો વીડિયો…

તમને જણાવી દઈએ કે ટ્વિટર પર એક દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને 3 લાખ 12 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે પોસ્ટને 6 હજારથી વધુ લાઈક્સ અને 900થી વધુ રીટ્વીટ મળ્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. વીડિયો જોયા પછી, લોકો સતત તેમના પ્રતિભાવો નોંધાવી રહ્યા છે. કોમેન્ટમાં કેટલાક ક્યૂટ તો કેટલાક લોકો આને છોટુ ગણેશ કહી રહ્યા છે.

એક યુઝરે IFSને પૂછ્યું છે કે, શું હાથીના બચ્ચાને ક્યારેય ઈજા થતી નથી? કારણ કે, ટોળામાં બહુ મોટા હાથીઓ છે. જેના પર અધિકારીએ જવાબ આપ્યો છે કે બાળકની માતા અને માસી બાળક પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવું ક્યારેય થતું નથી. તમને જણાવી દઈએ કે હાથીઓ ખૂબ જ નમ્ર પ્રકારના હોય છે. તેઓ કોઈપણ પ્રકારના સંઘર્ષમાં પડતા નથી. પરંતુ જો હાથીઓ સાથે બબાલ થઈ જાય તો જીવ જોખમમાં મુકાઈ શકે છે. ખાસ કરીને જ્યારે તેઓ તેમના બાળકો સાથે હોય. તેથી, તેઓને બિનજરૂરી રીતે ઉશ્કેરવામાં ન જોઈએ. નહીંતર શું પરિણામ આવી શકે છે, તે પણ આપણને સારી રીતે ખબર જ હોય છે.

Next Article