Video : ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ આજ્ઞાકારી મરઘી, આ મરઘીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો

|

Oct 25, 2021 | 4:43 PM

સોશિયલ મીડિયા પર એક મરઘીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મરઘી જે રીતે માલિકની આજ્ઞાનું પાલન કરે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

Video :  ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ આજ્ઞાકારી મરઘી, આ મરઘીને જોઈને તમે પણ વિચારમાં પડી જશો
hen video viral on social media

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર સૌથી વધુ પક્ષી અને પ્રાણીઓના વીડિયો જોવામાં આવે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે.આજકાલ આવો જ એક આજ્ઞાકારી મરઘીનો વીડિયો (Video) ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં મરઘી જે રીતે માલિકનુ કહ્યુ માને છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,એક વ્યક્તિ મરઘી સાથે આંગણામાં ઉભો છે, અને બાજુમાં સ્ટુલ પણ જોવા મળે છે.આ વ્યક્તિ મરઘીને (Hen) સ્ટુલ પર ચડવા અને બાદમાં ઉતારવાનુ કહે છે,પરંતુ નવાઈની વાત તો એ છે કે, આ મરઘી પણ તેના માલિકના કહ્યા પ્રમાણે જ કાર્ય કરતી જોવા મળે છે. આ આજ્ઞાકારી મરઘી જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. આ મરઘીએ હાલ ઈન્ટરનેટની(Internet)  દુનિયામાં ધૂમ મચાવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

જુઓ વીડિયો

શું તમે ક્યારેય આજ્ઞાકારી મરઘી જોઈ છે ?

અત્યાર સુધી તમે કૂતરા અને બિલાડી જેવા પ્રાણીઓને (Animals) જ તેમના માલિકોના કહેવા પર ચાલતા જોયા હશે. પરંતુ આ મરઘી અને માલિકનો આ ફની વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે આ મરઘી આજ્ઞાકારી છે.

વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

આ ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ પર hepgul5 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ શેર કરીને સાથે કેપ્શનમાં લખ્યું છે કે, આ મરઘી ખૂબ જ સ્માર્ટ છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ મરઘીને જોઈને હેરાન છુ.. જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે, આ મરઘીને અમેઝિંગ તાલીમ આપવામાં આવી છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ પણ વાંચો : Ajab-gajab : OMG! લગ્નમાં પણ પૈસા આપીને નકલી મહેમાનોને બોલાવે છે લોકો, કારણ છે ચોંકાવનારું

Published On - 3:56 pm, Mon, 25 October 21

Next Article