પ્લેનમાં ચઢી ગયો ફેરીયાવાળો ! અનોખા અંદાજમાં વેચવા લાગ્યો સામાન, જુઓ Viral Video

|

Sep 26, 2022 | 1:18 PM

વાયરલ ક્લિપમાં (Hawker viral video),એક ફેરિયાવાળો પ્લેનમાં સામાન વેચતો જોવા મળે છે. હવે તમે વિચારતા જ હશો કે આવું કઈ રીતે થઈ શકે. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ વીડિયો (Funny Viral Video)જુઓ, પછી જાણો શું છે મામલો.

પ્લેનમાં ચઢી ગયો ફેરીયાવાળો ! અનોખા અંદાજમાં વેચવા લાગ્યો સામાન, જુઓ Viral Video
Hawker Funny viral video
Image Credit source: Instagram

Follow us on

ટ્રેન અને બસમાં તમારી મુસાફરી દરમિયાન બધાએ ફેરિયાઓને સામાન વેચતા જોયા હશે. પરંતુ જો કોઈ ફેરિયાવાળો પ્લેનમાં સામાન વેચતો જોવા મળે તો ? હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું છે. સોશિયલ મીડિયાની ‘દુનિયા’માં આ દિવસોમાં આવો જ એક વીડિયોએ લોકોને ચોંકાવી રહ્યો છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં (Hawker viral video),એક ફેરિયાવાળો પ્લેનમાં સામાન વેચતો જોવા મળે છે. હવે તમે વિચારતા જ હશો કે આવું કઈ રીતે થઈ શકે. બાય ધ વે, કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા આ વીડિયો (Funny Viral Video)જુઓ, પછી જાણો શું છે મામલો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ફ્લાઈટની અંદર સામાન વેચી રહ્યો છે. એક ક્ષણ માટે તમે પણ વિચારતા હશો કે પ્લેનની અંદર કોઈ વ્યક્તિ આવો સામાન કેવી રીતે વેચી શકે છે. અમે તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ કોઈ ફેરીવાળો નથી, પરંતુ તેના પરિવાર સાથે મસ્તીના મૂડમાં છે અને તેમને હસાવવા માટે ફેરિયાની જેમ એક્ટિંગ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફની વીડિયો bjbala_kpy નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ શેર કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લગભગ 4 લાખ લોકોએ તેને લાઈક કર્યો છે. ત્યારે વીડિયોને 35 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ સિવાય ઘણા લોકોએ આના પર પ્રતિક્રિયા પણ આપી છે.

એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું, આ વ્યક્તિ અદ્ભુત છે. વીડિયો જોઈને હસતા હસતા પેટ દુખે છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, બાલા જ્યાં પણ જાય છે, તે આ રીતે મજા કરે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ભાઈ તમારી સ્ટાઈલ ખૂબ જ જોરદાર હતી. એકંદરે, છોકરાનો આ વીડિયો નેટીઝન્સનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે.

Next Article