Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય

|

Jun 05, 2021 | 1:09 PM

શનિદેવ એ હનુમાનજીને આપેલા વરદાનના કારણે વ્યક્તિને હનુમાનજીની પૂજા કરી શનિદેવની પનોતીમાં પણ રાહત મળે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિદેવનો પ્રકોપ શાંત થઈ જાય છે.

Hanuman: પૂજા હનુમાનજીની ,આશીર્વાદ શનિદેવના, જાણો શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવાનાં ઉપાય
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવનો પ્રકોપ શાંત થઈ જાય છે.

Follow us on

‘બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર’ કહેવાય છે કે પવનપુત્ર હનુમાન (HANUMANJI) તેમની આરાધના કરનારને બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે. અને વ્યક્તિના જીવનના તમામ કલેશ અને પરેશાનીને દુર કરે છે. પણ શું તમે જાણો છો કે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી તમે હનુમાનજીના તો આશિષ મેળવશો જ પણ સાથે જ શનિદેવની કૃપાને પણ પ્રાપ્ત કરી શકશો ?

એવું કહેવાય છે કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. અને જો તે વ્યક્તિ પર શનિદેવ રૂઠે તો વ્યક્તિના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવે છે. અને વ્યક્તિએ આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે. ત્યારે સૌ કોઈ ઈચ્છે છે કે શનિ દેવના પ્રકોપનો તેને સામનો ન કરવો પડે. શનિદેવની કૃપા મેળવા માટે વ્યક્તિ અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પણ આજે અમે આપને હનુમાનજીને પ્રસન્ન કરવાના એવા ઉપાય જણાવીશું કે જેનાથી શનિદેવ ક્યારેય નહીં થાય આપની ઉપર કોપાયમાન !

હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવની પનોતીમાં રાહત મળે છે.

પૌરાણિક કથા અનુસાર શનિદેવને રાવણ દ્વારા બંદી બનાવવામાં આવ્યા. જ્યારે પવનસુત સીતા માતાની શોધમાં નિકળ્યા ત્યારે લંકામાં તેમની નજર શનિદેવ પર પડી હતી. અને બજરંગબલીએ શનિદેવને રાવણની કેદ માંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારે જ શનિદેવ એ હનુમાનજી પર પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. અને હનુમાનજી એ કહ્યું, ‘કળીયુગમાં જે મારી પૂજા કરે તેને આપના પ્રકોપનો ક્યારેય સામનો ન કરવો પડે‘.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બસ આજ કારણથી હનુમાન ભક્તો પર ક્યારેય શનિદેવનો પ્રકોપ નથી પડતો. આ જ વરદાનના કારણે હનુમાન સંબંધી કોઈપણ સ્તોત્ર અથવા કંઈ જ ન થઈ શકે તો આપ હનુમાન ચાલીસાનો પાઠ જો દર મંગળવાર અને શનિવારે  કરશો તો પણ હનુમાનજીની સાથે આપના પર શનિદેવની કૃપા પણ વરસશે અને એટલું જ નહીં શનિ દેવની પનોતીમાં પણ રાહતની માન્યતા છે.

આ પણ વાંચો : શું આપ પનોતી થી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન.
આ પણ વાંચો : તમે વિચાર્યું છે ક્યારેય કે મંદિરની પ્રદક્ષિણા પણ તમને ફાયદો કરાવી શકે છે !

આ પણ વાંચો : જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !

Next Article