Hana-Rawhiti Kareariki Maipi-Clarke: ન્યૂઝીલેન્ડના સાંસદ હાના રાવહિતી મૈપી ક્લાર્ક સંસદમાં સ્વદેશી સંધિ બિલને ફાડીને ફરી એકવાર સમાચારમાં આવી છે. ગુરુવારે ન્યુઝીલેન્ડની સંસદમાં હાનાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ન્યુઝીલેન્ડમાં સંસદ સત્રનો વિડીયો જેણે જોયો તે દરેકને આશ્ચર્ય થયું.
સંસદમાં સંધિ સિદ્ધાંતો બિલ પર મતદાન કરવા માટે સાંસદો એકઠા થયા હતા, પરંતુ દેશની સૌથી યુવા મહિલા સાંસદ હાનાએ સત્રમાં વિક્ષેપ પાડ્યો હતો, જ્યારે હાનાને બોલવાની તક મળી ત્યારે તે પહેલા ઊભી થઈ, ગુસ્સો દર્શાવ્યો અને બિલની નકલ ફાડી નાખી. જે પછી તેઓએ હકા અને પરંપરાગત માઓરી નૃત્ય કરવાનું શરૂ કર્યું. હકાને હના ડાન્સ કરતી વખતે સંસદમાં તમામ સાંસદોએ હકા ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.
Unprecedented & simply magnificent. That time in Nov 2024 when a haka led by Aotearoa’s youngest MP 22yo Hana-Rawhiti Kareariki Maipi-Clarke erupted in the House stopping the Treaty Principles Bill from passing its first reading, triggering the Speaker to suspend Parliament.… pic.twitter.com/pkI7q7WGlr
— Kelvin Morgan (@kelvin_morganNZ) November 14, 2024
1840 ની વૈતાંગીની સંધિમાં નિર્ધારિત સિદ્ધાંતો હેઠળ, જે સરકાર અને માઓરી વચ્ચેના સંબંધોને નિર્દેશન આપે છે, આદિવાસીઓને તેમની જમીનો જાળવી રાખવા અને અંગ્રેજોને શાસન આપવાના બદલામાં તેમના હિતોનું રક્ષણ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. બિલ સ્પષ્ટ કરે છે કે તે અધિકારો તમામ ન્યુઝીલેન્ડના લોકોને લાગુ થવા જોઈએ.
ન્યુઝીલેન્ડના 170 વર્ષના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલી હાના રાવહીતી, મેપી ક્લાર્કનું સંસદમાં માઓરી ભાષામાં ભાષણ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું હતું. ન્યુઝીલેન્ડના એઓટેરોઆથી ચૂંટાયેલા હાના 1853 પછી પ્રથમ વખત સૌથી યુવા સાંસદ બન્યા છે. હાના ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાઈ હતી. તેમણે આ ચૂંટણીમાં નનૈયા મહુતાને હરાવીને જીત મેળવી હતી. નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી. એટલું જ નહીં, નનૈયા 1996થી સાંસદ હતા.
ન્યુઝીલેન્ડ હેરાલ્ડના અહેવાલ મુજબ, હાના ન્યુઝીલેન્ડના મૂળ રહેવાસીઓના અધિકારો માટે લડી રહી છે. હાનાના પિતા તૈતીમુ માપી માઓરી સમુદાયના છે અને Nga Tamatoa જૂથ સાથે સંકળાયેલા છે. હાના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને હેમિલ્ટન શહેરોની વચ્ચે આવેલા નાના શહેર હંટલીની રહેવાસી છે. તે અહીં માઓરી સમુદાયના બાળકો માટે ગાર્ડન ચલાવે છે. તે પોતાની જાતને રાજકારણી નથી માને પરંતુ માઓરી ભાષાની રક્ષક માને છે.
હકા એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત ટાપુઓનું પરંપરાગત નૃત્ય છે. ન્યુઝીલેન્ડના રગ્બી ખેલાડીઓ તેમની મેચો પહેલા તેનું માઓરી સંસ્કરણ કરે છે, જે સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું છે. તે એક જૂથમાં આક્રમક મુદ્રામાં પગને સ્ટેમ્પ કરીને અને બૂમો પાડીને નાચવામાં આવે છે. કેટલાક પરંપરાગત ગીતો સામૂહિક રીતે ગાવામાં આવે છે. પરંપરાગત રીતે હકા મુલાકાત લેનાર આદિવાસીઓને આવકારવાની પરંપરાગત રીત હતી, પરંતુ તે યુદ્ધમાં જતા યોદ્ધાઓને ઉત્સાહિત કરવા માટે પણ કામ કરતી હતી. તે માત્ર શારીરિક શક્તિનું પ્રદર્શન જ નહીં પરંતુ સાંસ્કૃતિક ગૌરવ, શક્તિ અને એકતાનું પ્રતીક પણ હતું.
Published On - 1:33 pm, Fri, 15 November 24