મંડપમાં બેસીને વરરાજાએ બતાવી ક્રિકેટ સ્કિલ, વીડિયો જોઈને લોકોએ કહ્યું, અદભૂત ટેલેન્ટ

|

Dec 15, 2022 | 9:33 AM

લગ્ન પહેલા અને પછી અહીં વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. પરંતુ તાજેતરનો વાયરલ વિડિયો થોડો અલગ છે કારણ કે અહીં એક વરરાજા મંડપમાં બેસીને તેની ક્રિકેટિંગ કુશળતા બતાવતો જોવા મળે છે.

મંડપમાં બેસીને વરરાજાએ બતાવી ક્રિકેટ સ્કિલ, વીડિયો જોઈને લોકોએ કહ્યું, અદભૂત ટેલેન્ટ
મંડપમાં બેસીને વરરાજાએ બતાવી ક્રિકેટ સ્કિલ
Image Credit source: Instagram

Follow us on

લગ્નની સિઝન આવી ચૂકી છે. ત્યારે લોકોને ચારે બાજુથી આમંત્રણ પણ આવી રહ્યું છે. અનેક સોશિયલ મીડિયા પર અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે. લગ્નના વાયરલ વીડિયોને લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. હાલમાં સામે આવેલો વીડિયો પણ કાંઈક આવો જ છે. જેમાં વરરાજાએ પોતાના લગ્નમાંએવું કર્યું જેને જોઈ તમે હસવાનું રોકી શકશો નહિ.

લગ્ન પહેલા અને પછી અહીં વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ત્યારબાદ જાનૈયાઓ અને માનૈયાઓ વચ્ચે હાસ્ય અને જોક્સનો રાઉન્ડ ચાલે છે. પરંતુ તાજેતરનો વાયરલ વિડિયો થોડો અલગ છે કારણ કે અહીં એક વરરાજા મંડપમાં બેસીને તેની ક્રિકેટિંગ કુશળતા બતાવતો જોવા મળે છે. જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં વિડિયો જુઓ

 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કો, પંડિત લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે બેસે છે. તેની આજુબાજુ જાનૈયા અને માનૈયા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વરરાજાના ફેન્ડ તેને ફુલો મારે છે પરંતુ વરરાજો જાણે પીચ પર બોલ ફટકારવા તૈયાર હોય તે રીતે આજુબાજુ પડેલી વસ્તુ લઈ અને ફુલને બોલની જેમ ફટકારે છે. ફુલ પણ ખુબ જ દુર જઈને પડે છે. વરરાજાની ખતરનાક બેટિંગ જોઈ દરેક લોકો એ જ કહી રહ્યા છે કે, આ વરરાજો ક્રિકેટ પ્રેમી છે.

varshagumashta નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે અને કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વરની બેટિંગ ખરેખર પરફેક્ટ છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ભાઈ! કંઈ પણ કહો, લગ્નમાં મિત્રો કંઈક તો ખોટું કરે છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘અહીં લોકો તેના પર ફૂલ વરસાવી રહ્યા છે અને વરને ખબર નથી કે તે શું સમજ્યો.’

Next Article