Viral Video: વ્હીલચેર પરથી ઉઠીને નાચવા લાગ્યા દાદા ! બચ્ચનનું ગીત વાગતા જ જૂમી ઉઠ્યા
અહી વાયરલ થયેલો આ વીડિયો કોઈને લગ્નના ફંકશનો જોવા મળી રહ્યો છે. અહીં એક દાદાને તેમના ઘરના લોકો વ્હીલચેર પર લઈને આવે છે ત્યારે સામેથી ફકંશનમાં અમિતાભ બચ્ચનનું સલામે ઈશ્ક મેરી જા, ઝરા કૂબુલ કરો ગીત શરુ થાય છે. અને વ્હીલચેર પર બેઠેલા દાદા ઊભા થઈ જાય છે.
ભારતીય લગ્નો વિશે ગાવા અને નાચવા વગર વાત કરવી શક્ય જ નથી! આજકાલ સોશિયલ મીડિયા પર લગ્નમાં નાચવાને લઈને ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. કોઈ વીડિયોમાં કન્યા વરરાજા માટે ડાન્સ કરી રહી હોય છે તો કોઈ વીડિયોમાં વરરાજા નાચતા જોવા મળે છે. ત્યારે આવો જ એક લગ્નના ફંક્શનનો વીડિયો સામે આવ્યો છે, જેમાં બચ્ચનનુ ગીત વાગતા જ વ્હીલચેર પર બેઠેલા દાદા ઉઠીને નાચવા લાગે છે.
વ્હીલચેર પરથી ઊઠીને નાચવા લાગ્યા દાદા
સોશિયલ મીડિયામાં રોજ ઘણા વીડિયો સામે આવે છે ઘણી વખત તે પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દે છે તો ક્યારેક એવો વીડિયો સામે આવે છે જે જોઈ લોકો આશ્ચર્ય ચકિત થઈ જાય છે. ત્યારે અહીં પણ કઈક એવું જ થયું. અહી વાયરલ થયેલો આ વીડિયો કોઈને લગ્નના ફંકશનો જોવા મળી રહ્યો છે. અહીં એક દાદાને તેમના ઘરના લોકો વ્હીલચેર પર લઈને આવે છે ત્યારે સામેથી ફકંશનમાં અમિતાભ બચ્ચનનું સલામે ઈશ્ક મેરી જા, ઝરા કૂબુલ કરો શરુ થાય છે.
દાદાના એક્સપ્રેસન અને ડાન્સે જીત્યા દિલ
આ ગીત શરુ થતા જ દાદા વ્હીચેર છોડી ઊભા થઈ જાય છે અને ત્યાં ઉભા ઉભા એક્સપ્રેસન સાથે ઠુમકા લગાવવનું શરુ કરી દે છે. એક તરફ દાદા ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે, ત્યારે તેમની સાથે એક કન્યા પણ આ ગીત પર નાચતી દેખાય છે બન્નેનો ડાન્સ અને તેમના એક્સપ્રેશન વીડિયોમાં કેદ થયા છે. તેમજ ઓડિયન્સમાં બેઠેલા લોકો દાદાના આ નાચ પર તાલીયો પાડી ખુબ આનંદ કરી રહ્યા છે. દાદાનો આ વીડિયો ખરેખર અદભુદ છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
