AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Love Letter : અદ્ભુત પ્રેમ પત્ર ! રોષે ભરાયેલા પ્રેમીને ‘ટામેટા, રસગુલ્લા’ કહીને મનાવ્યો, લોકોએ કહ્યું-દમ ઘુટ જાયેગા બહન

Viral Funny Love Letter : ગર્લફ્રેન્ડે તેના પરેશાન બોયફ્રેન્ડને મનાવવા માટે એવો ફની લવ લેટર લખ્યો કે તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પત્રમાં તેણે તેના બોયફ્રેન્ડને કબૂતર, મુન્ના, જાનુ, રાજા, ફૌજી, ટામેટા અને રસગુલ્લા જેવા રમુજી નામોથી સંબોધ્યા છે.

Viral Love Letter : અદ્ભુત પ્રેમ પત્ર ! રોષે ભરાયેલા પ્રેમીને 'ટામેટા, રસગુલ્લા' કહીને મનાવ્યો, લોકોએ કહ્યું-દમ ઘુટ જાયેગા બહન
funny love letter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 8:31 AM
Share

Viral Love Letter : આજના સમયમાં લોકોના તમામ કામ મોબાઈલ દ્વારા જ થઈ રહ્યા છે. છોકરા-છોકરીઓ પણ મોબાઈલથી જ તેમનો પ્રેમ મેળી જાય છે. વાત મેસેજ કે વોટ્સએપ અને ફેસબુક મેસેન્જરથી શરૂ થાય છે, દોસ્તી થાય છે અને પછી એ દોસ્તી વાત કરતી વખતે પ્રેમમાં ફેરવાઈ જાય છે. ત્યારપછી તેમની વચ્ચે મોબાઈલ પર સતત પ્રેમથી ભરેલી વાતો ચાલતી રહે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે પ્રેમીઓ વચ્ચેની તમામ વાતો પ્રેમ પત્રો દ્વારા જ થતી હતી. મળવાથી માંડીને મનાવવા સુધી બધું જ પ્રેમપત્રો દ્વારા થતું. હાલમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ફની લવ લેટર વાયરલ થઈ રહ્યો છે, જેને વાંચીને તમે ચોક્કસ હસશો.

આ પણ વાંચો : Funny Viral video : દારૂડિયાઓએ રસ્તા વચ્ચે કર્યો કદમતાલ, લોકોએ કહ્યું-આની દેશભક્તિ જુઓ

આવો ફની લખ્યો પત્ર

વાસ્તવમાં આ પત્ર દ્વારા એક ગર્લફ્રેન્ડે તેના નારાજ બોયફ્રેન્ડને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. આમાં તેણે એવી વાતો લખી છે કે જેને વાંચીને તમે હસી પડશો. આ પત્રમાં ગર્લફ્રેન્ડે બોયફ્રેન્ડના ઘણા ફની નામ પણ રાખ્યા છે. જેમ કે- કબૂતર, મુન્ના, જાનુ, રાજા, ફૌજી, ટામેટા અને રસગુલ્લા. આ સાથે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘ડાર્લિંગ, મને તમારા પર શંકા નથી, પરંતુ જ્યારે હું કોઈ છોકરીને તમારી સાથે વાત કરતી જોઉં છું ત્યારે મને મારા દિલમાં દુઃખ થાય છે. પ્રિય, કોઈ છોકરી સાથે વાત ન કરો, તેની સાથે હસશો નહીં. હું તમને ખોટા નથી સમજી રહી. હું તને પ્રેમ કરું છું, તેથી જ કહું છું. જો મેં કંઇક ખોટું લખ્યું હોય તો મને માફ કરશો.

આ રમુજી પ્રેમ પત્ર જુઓ

આ ફની લવ લેટર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર theadulthumour નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં મજાકિયા રીતે લખ્યું છે, ‘હું પણ આવી ગર્લફ્રેન્ડને ડિઝર્વ કરૂ છું’. આ પોસ્ટને અત્યાર સુધીમાં 14 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને યુઝર્સે વિવિધ ફની રિએક્શન પણ આપ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">