બોયફ્રેન્ડ પાસે જે મકાનનું ભાડુ ભરાવી રહી હતી, બાદમાં ગર્લફ્રેન્ડ જ નીકળી એ મકાનની માલિક

તમે છેતરપિંડીના અનેક કિસ્સા સાંભળ્યા હશે પણ હાલમાં જે સમાચાર વાયરલ થઇ રહ્યા છે તેમાં એક મહિલા તેના જ ઘરમાં ભાડૂઆત તરીકે રહેતી હતી જેથી તે તેના બોયફ્રેન્ડ પાસેથી પૈસા પડાવી શકે.

બોયફ્રેન્ડ પાસે જે મકાનનું ભાડુ ભરાવી રહી હતી, બાદમાં ગર્લફ્રેન્ડ જ નીકળી એ મકાનની માલિક
Girlfriend received money for rent from boyfriend later turned out as owner of house
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 6:25 PM

આજકાલ લોકો સાથે છેતરપિંડી થવી એ સામાન્ય વાત છે. કેટલાક ઠગ લોકોને છેતરવા (Fraud) માટે એવી એવી યુક્તિઓ અજમાવતા હોય છે, જેના વિશે ખબર પાડતાં કોઇ પણ વ્યક્તિના હોશ ઉડી જાય. હાલમાં એક યુવતીએ TikTok પર તેના બોયફ્રેન્ડ વિશે એવો ખુલાસો કર્યો છે કે તેનો વીડિયો હવે ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ સમાચાર લખાય ત્યાં સુધી મહિલાનો વીડિયો 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

હવે અમે તમને આ વીડિયો વાયરલ થવાનું સાચું કારણ જણાવીએ. વાસ્તવમાં, TikTok પર એક મહિલાએ વીડિયોમાં તેના બોયફ્રેન્ડ વિશે ખુલાસો કર્યો હતો કે બંને છેલ્લા એક વર્ષથી એક જ ઘરમાં સાથે રહે છે. મહિલાએ જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ ઘરનું ભાડું અને અન્ય તમામ બિલ ચૂકવી રહ્યો છે. પરંતુ આ પછી મહિલાએ જે કહ્યું તે સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

મહિલાએ કહ્યું કે જે ઘરમાં તે અને તેનો બોયફ્રેન્ડ રહે છે, હકીકતમાં તે પોતે તેની માલિક છે. બોયફ્રેન્ડ પાસેથી ભાડા અને અન્ય બિલના તમામ પૈસા મહિલાના ખિસ્સામાં જાય છે. બોયફ્રેન્ડ દર મહિને ભાડું ચૂકવે છે. યુવતીએ કહ્યું કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે એક વર્ષથી રહે છે. ઉપરાંત, તે તેના મોટા ભાગના બિલ પણ ચૂકવી રહ્યો છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

આ વીડિયોના કેપ્શનમાં મહિલાએ લખ્યું છે કે તેને ખબર નથી કે તે જે મકાનમાં રહે છે તેની હું માલિક છું, તેથી તેનું ભાડું સીધું મારી પાસે આવી રહ્યું છે. “શું તમને લાગે છે કે જ્યારે તેને સત્ય ખબર પડશે ત્યારે તે પાગલ થઈ જશે?” આ વીડિયો પર હજારો લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ તેના પર પ્રેમી સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે ઘણા લોકોએ કહ્યું કે પ્રેમમાં અંધ વ્યક્તિ ક્યાંથી કંઈ જોઈ શકે છે.

આ પણ વાંચો –

OMG : અન્ય કરતા અલગ દેખાવા માટે યુવકે 6 ફૂટ ઉંચી બનાવી સાઈકલ, સેલ્ફી લેનારાઓની લાગી હોડ !

આ પણ વાંચો –

Rahul Gandhi એ ટ્વિટર પર ફોલોઅર્સ ઓછા હોવાની ફરિયાદ કરી, બીજેપી નેતા અમિત માલવિયા સહિતના લોકોએ પ્રતિક્રિયા આપી

આ પણ વાંચો –

ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે Shweta Tiwariના નિવેદન પર હંગામો, MP ગૃહમંત્રીએ કહ્યું પગલાં લઈશ

g clip-path="url(#clip0_868_265)">