TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: નિબંધ લખવાની સ્પર્ધા હતી…”મેં લગ્ન શા માટે કર્યા”
ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં
અમે નિયમિત કપલ્સ ક્લબમાં જઈએ છીએ. ત્યાં 20 માર્કની નિબંધ સ્પર્ધા હતી કે “મેં લગ્ન શા માટે કર્યા.”
મે લખ્યું “મારુ મગજ ઠેકાણે ન હતુ એટલે.. ”
મને 20 માંથી 18 માર્ક મળ્યા. હું ખુશ હતો કે પહેલો નંબર મારો આવશે પણ… મારી પત્ની 20 માર્ક પૂરા લઈ ગઈ બોલો.. એણે લખ્યું કે… “કોઈનુ મગજ ઠેકાણે લાવવાનુ હતુ એટલે…”
…………………………………………………………………………………………
પતિ-પત્ની વચ્ચે જોરદાર ઝઘડો ચાલતો હતો ત્યાં બાજુમાં થી પડોસણે એક ગીત વગાડ્યું🎵 કોઈ જબ તુમ્હારા હદય તોડ દે તડપતા હુવા તુમ્હે છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિયે મેરા ઘર ખુલ્લા હૈ ખુલ્લા હી રહેગા તુમ્હારે લીયે… આ સાંભળી ને ઘર માં સન્નાટો છવાઇ ગયો પત્ની આદુવાળી ચા બનાવવા ચાલી ગઈ આ તાકાત છે જુના ગીત સંગીત ની..😜🤪
…………………………………………………………………………………….
પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને મો બંધ રાખવા કહ્યુ,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,
આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂
Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.
આ પણ વાંચો –
ચાન્સ પે ડાન્સ: રેડ સિગ્નલ જોતા જ યુવકને શુરાતન ચડ્યુ, વાહનોની વચ્ચે કરવા લાગ્યો ડાન્સ, જુઓ VIDEO
આ પણ વાંચો –
OMG ! કિસ્મત હોય તો આવી, ભૂલથી લોટરી મશીનનું બટન દબાવી દીધુ અને મહિલા થઇ ગઇ માલામાલ
આ પણ વાંચો –