Viral Video: દુલ્હનને ઉઠાવવાના ચક્કરમાં દુલ્હાનું બન્યુ મજાક, સ્ટેજ પર ધડામ દઈને પડ્યા દુલ્હા-દુલ્હન

|

Jan 02, 2023 | 7:59 PM

એક દુલ્હો રોમેન્ટિક બનવાના ચક્કરમાં પોતાની સાથે સાથે પોતાની દુલ્હનને પણ શરમમાં મુકી દે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ હસાવી રહ્યો છે.

Viral Video: દુલ્હનને ઉઠાવવાના ચક્કરમાં દુલ્હાનું બન્યુ મજાક, સ્ટેજ પર ધડામ દઈને પડ્યા દુલ્હા-દુલ્હન
Funny wedding Viral video
Image Credit source: Twitter

Follow us on

લગ્ન સિઝન હોય કે ન હોય સોશિયલ મીડિયા પર લગ્ન સંબંધિત વીડિયો વાયરલ થતા રહે છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનના, સંગીત-ડાન્સના કે કોઈ લગ્નમાં બનેલી વિચિત્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર સમયાંતરે વાયરલ થતા રહે છે. હાલમાં લગ્નમાં બનેલી એક રમૂજી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક દુલ્હો રોમેન્ટિક બનવાના ચક્કરમાં પોતાની સાથે સાથે પોતાની દુલ્હનને પણ શરમમાં મુકી દે છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ હસાવી રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં એક લગ્નના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં લગ્ન પહેલા દુલ્હા અને દુલ્હનની એન્ટ્રી થઈ રહી છે. તેવામાં દૂલ્હો પોતાના લગ્નમાં રોમાંટિક થવા જાય છે. તે પોતાની દુલ્હનને ઊંચકવા જાય, પણ કઈક ઉલટી જ ઘટના તે સ્ટેજ પર બને છે. એક નાના ગોળ આકારના સ્ટેજની આસપાસ દુલ્હા-દુલ્હનના સંબંધીઓ ઉભા હતા. તેવામાં દુલ્હો પોતાની દુલ્હનને ઊંચકવા જાય છે અને દુલ્હન સાથે જ ધડામ દઈને સ્ટેજ પર પડે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે હવે આખુ જીવ આવું જ રહેશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે ગજબ બેઈજ્જતી કરી નાંખી. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ આ સીન જોઈ મજા આવી ગઈ, લગ્ન બાદ માણસ જીવન આવી જ રીતે પડે છે.

Next Article