Funny Video: હરણ અને પક્ષી વચ્ચેની મસ્તીનો વીડિયો થયો વાયરલ, વીડિયો જોઈ તમે પણ હસી પડશો

|

Jun 06, 2022 | 9:32 PM

ટ્વિટર પર વાયરલ થયેલા આ ફની વીડિયો (Funny Video) ફકત 8 સેકન્ડનો છે પણ હરણ અને પક્ષી વચ્ચેની મસ્તીને કારણે આ વીડિયો 4 લાખથી વધારે લોકોએ જોયો છે.

Funny Video: હરણ અને પક્ષી વચ્ચેની મસ્તીનો વીડિયો થયો વાયરલ,  વીડિયો જોઈ તમે પણ હસી પડશો
Funny Video
Image Credit source: twwiter

Follow us on

માણસની જેમ પ્રાણીઓ પણ કઈ ઓછા તોફાની નથી હોતા. પ્રાણીઓના મસ્તીથી ભરપૂર અનેક વીડિયો તમે જોયા હશે. કેટલીકવાર પ્રાણીઓ નાના બાળકની જેમ તોફાન-મસ્તી કરતા હોય છે. તેવો જ એક વીડિયો સોશ્યિલ મીડિયામાં (Social Media) હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને લોકો હસવા માટે મજબૂર થયા હતા. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ખૂબ જ ફની છે. આ વીડિયો એક પક્ષી અને હરણ સાથે સંબંધિત છે. હરણ ખુબ જ શાંત પ્રાણી હોય છે. તમે જંગલમાં જાઓ કે પ્રાણી સંગ્રહાલયમાં હરણ તમને શાંત જ જોવા મળશે. જો કે તે શાકાહારી પ્રાણી છે, પરંતુ જે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તેમાં તે હરણને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

આ રહ્યો તે ફની વીડિયો

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

આ વીડિયોમાં હરણ દિવાલ પર બેઠેલા એક પક્ષીના પીંછા ખાતા જોવા મળે છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કબૂતર જેવું દેખાતું એક પક્ષી દિવાલની રેલિંગ પર બેઠું છે અને ત્યારે જ અચાનક એક હરણ ત્યાં પહોંચે છે અને તેના દાંત વડે પક્ષીની પાંખ પકડીને તેને ખેંચવા લાગે છે. તે દરમિયાન જ પક્ષી પોતાને બચાવવા માટે હવામાં ઉડવાની કોશિશ કરે છે. ત્યારે તેના પીંછા હરણના મોંમાં તૂટી જાય છે, જેને તે હરણ આરામથી ચાવે છે અને ખાવા લાગે છે. આ શાકાહારી પ્રાણીએ આખરે પક્ષીનું પીંછા કેવી રીતે ખાઈ લીધું તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આમાં બીજી એક નવાઈની વાત એ છે કે આટલું બધું થયું હોવા છતાં તે પક્ષી ભાગ્યું નહીં પણ થોડું ઉડયા પછી ત્યાં જ બેસી રહ્યું. લોકોને આ વીડિયો ખૂબ જ ફની લાગી રહ્યો છે અને લોકો તેને ખુબ જ પંસદ કરી રહ્યાં છે.

આ વીડિયોને ટ્વિટર પર @buitengebieden દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ 8 સેકન્ડના વીડિયોને 4 લાખથી વધારે વ્યૂઝ અને 15 લાખથી વઘુ લાઈક મળી છે. વાયરલ થયેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Next Article