શખ્સે કર્યો એવો પ્રેન્ક કે જોઈને હસીને થઈ જશો લોટપોટ, જુઓ Viral Video

|

Aug 14, 2022 | 4:30 PM

લોકો કેટલાક અજીબોગરીબ પ્રેન્ક કરે છે અને બીજાને ડરાવીને ભાગવા માટે મજબૂર કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે ઘણો ફની છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસીને લોટપોટ થઈ જશો.

શખ્સે કર્યો એવો પ્રેન્ક કે જોઈને હસીને થઈ જશો લોટપોટ, જુઓ Viral Video
Funny Prank video
Image Credit source: Twitter

Follow us on

તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં પ્રૅન્ક વીડિયોનો પણ સમાવેશ થાય છે. જો કે પ્રૅન્ક વીડિયો (Prank Video) સામાન્ય રીતે ફની હોય છે, જે લોકોને હસાવે છે, પરંતુ કેટલીકવાર પ્રૅન્ક સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ જોવા મળે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે અને ગુસ્સે પણ કરે છે. આ સિવાય પ્રૅન્ક સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ લોકોને ડરાવવાનું કામ કરે છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા જ હશે, જેમાં લોકો કેટલાક અજીબોગરીબ કૃત્યો કરે છે અને બીજાને ડરાવીને ભાગવા માટે મજબૂર કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જે ઘણો ફની છે. આ વીડિયો જોયા પછી તમે ચોક્કસ હસીને લોટપોટ થઈ જશો.

તમે જોયું જ હશે કે દરેક વિસ્તાર, દરેક ગલીમાં કચરો ઉપાડવા માટેના વાહનો ફરતા રહે છે અને સફાઈ કામદારો રોડની બાજુમાં ડસ્ટબીનમાં પડેલો કચરો ઉપાડે છે અને પછી નીકળી જાય છે. આ પ્રેન્ક તેના પર જ કરવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કચરાની ટ્રક આવે છે અને બે સફાઈ કામદારો નીચે ઉતરે છે અને રસ્તાની બાજુમાં પડેલા કચરા જેવી કોઈ વસ્તુ ઉપાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેઓ તેને અડતા જ તેમાંથી એક શખ્સ અચાનક છોકરીઓના ડ્રેસમાં બહાર આવી જાય છે. આ જોઈને સફાઈ કામદારોની હાલત કફોડી થઈ જાય છે. તેઓ તેને કદાચ ભૂત માને છે અને તરત જ ત્યાંથી ભાગી જાય છે. ત્યારે પ્રૅન્ક કરનાર વ્યક્તિ પણ તેમની પાછળ દોડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The World Of Funny નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 11 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 18 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. જો કોઈને આ પ્રૅન્ક ફની લાગી રહી છે તો કોઈ કહી રહ્યું છે કે આવું કરવું યોગ્ય નથી, આવા વીડિયોને સોશિયલ મીડિયા પરથી હટાવી દેવા જોઈએ.

Next Article