BCCIની આખી પસંદગી સમિતિ બર્ખાસ્ત થતાં વાયરલ થયા ફની મીમ્સ, ફેન્સને આવી કોહલીની યાદ

|

Nov 19, 2022 | 6:05 PM

T20 વર્લ્ડ કપમાંથી (T20 World Cup 2022) ભારતની સેમિફાઈનલમાં હાર થયા પછી આખા દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી. બીસીસીઆઈ એ મુખ્ય પસંદગીકર્તા ચેતન શર્મા સહિત આખી પસંદગી સમિતિને બર્ખાસ્ત કરી છે.

BCCIની આખી પસંદગી સમિતિ બર્ખાસ્ત થતાં વાયરલ થયા ફની મીમ્સ, ફેન્સને આવી કોહલીની યાદ
Funny memes viral on social media

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમની T20 વર્લ્ડકપમાં હાર પછી આખા દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી. વર્લ્ડકપ હાર્યા બાદ ભારતીય ટીમમાં ફેરફારની માગ થઈ રહી હતી. બીસીસીઆઈની પસંદગી સમિતિ પર સવાલ ઉઠી રહ્યા હતા. વર્લ્ડકપ બાદ લોકોના મનમાં એક જ સવાલ હતો કે ખેલાડીઓ કે ટીમ પર કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થશે કે નહીં તેના પર સવાલ થઈ રહ્યા હતા. પણ બીસીસીઆઈ એ એક અલગ નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ચેતન શર્માની આગેવાની હેઠળની સમગ્ર રાષ્ટ્રીય પસંદગી સમિતિને બર્ખાસ્ત કરી છે. સમિતિના અન્ય સભ્યોમાં સુનીલ જોશી, હરવિંદર સિંહ અને દેબાશીષ મોહંતીનો સમાવેશ થાય છે. ટ્વિટર પર ફેન્સે ફની મીમ્સ શેર કર્યા છે.

ફેન્સને ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ભારતની નિરાશાજનક ગ્રૂપ-સ્ટેજમાંથી બહાર નીકળ્યા પછી પણ ફેન્સ નિરાશ થઈ ગયા હતા. ત્યારબાદ કોહલીએ સ્વેચ્છાએ T20I ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડી દીધી હતી અને એક મહિના પછી તેને ODI કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારપછી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો હતો કે તેણે તેને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું, ત્યારબાદ ચેતને પણ તેને કહ્યું હતું, પરંતુ કોહલીએ બાદમાં તે વાતને નકારી કાઢી હતી. જાન્યુઆરીમાં ટેસ્ટ સિરીઝ બાદ કોહલીએ તેની ટેસ્ટ કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા ત્યારથી ટ્વિટર પર કોહલીના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

અહીં જુઓ કેટલાક ફની મીમ્સ

Next Article