વિચિત્ર પ્રેન્કથી વ્યક્તિનો છૂટી ગયો પરસેવો, માંડ માંડ ભાગ્યો શખ્સ, જુઓ 10 Viral Video

|

Sep 26, 2022 | 8:50 AM

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ એવી વિચિત્ર પ્રેન્ક કરી કે કચરો ફેંકવા આવેલા વ્યક્તિનો પરસેવો છૂટી ગયો અને તે ક્ષણભરમાં ત્યાંથી ભાગી ગયો. જો કે સામાન્ય રીતે આવા વીડિયો ખૂબ જ રમુજી હોય છે, પરંતુ જેની સાથે કોઈ પ્રેન્ક થાય છે, તે ક્યારેક તેને ભારે પાડી દે છે.

વિચિત્ર પ્રેન્કથી વ્યક્તિનો છૂટી ગયો પરસેવો, માંડ માંડ ભાગ્યો શખ્સ, જુઓ 10 Viral Video
Funny Prank Video
Image Credit source: Twitter

Follow us on

આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં તમને દરેક પ્રકારની વસ્તુઓ જોવા મળશે. ફેસબુકથી લઈને ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર સુધી, પ્રૅન્ક વીડિયો (Funny Prank Video)સહિત વિવિધ પ્રકારના વીડિયો છે. પ્રૅન્ક વીડિયો વાસ્તવમાં ફની રીતે બનાવવામાં આવે છે, જેમાં ઘણીવાર અજાણ્યા લોકોને નિશાન બનાવવામાં આવે છે. કેટલાક લોકોને ડરાવીને, કેટલાક લોકોને હેરાન કરીને અને કેટલાક તેમની સાથે મસ્તી કરીને પ્રૅન્ક વીડિયો (Viral Video)બનાવે છે. જો કે સામાન્ય રીતે આવા વીડિયો ખૂબ જ રમુજી હોય છે, પરંતુ જેની સાથે કોઈ પ્રેન્ક થાય છે, તે ક્યારેક તેને ભારે પાડી દે છે.

આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ એવી વિચિત્ર પ્રેન્ક કરી કે કચરો ફેંકવા આવેલા વ્યક્તિનો પરસેવો છૂટી ગયો અને તે ક્ષણભરમાં ત્યાંથી ભાગી ગયો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ડસ્ટબિનમાં કચરો નાખવા આવ્યો છે અને તેણે ડસ્ટબિનનું ઢાંકણું ખોલતા જ તેની અંદર એક વિચિત્ર ડ્રેસ પહેરીને બેઠેલું કંઈક જોવા મળે છે, જેને જોઈને તે ખરાબ રીતે ડરી જાય છે અને કચરો ફેંકી દે છે. અને ત્યાંથી નીકળીને સીધો ઘરમાં પ્રવેશે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થયેલા આ ફની પ્રૅન્ક વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ લોકો હસીને લોટપોટ થઈ ગયા છે. તમે આ પ્રૅન્ક વીડિયો જોઈ લીધો તો, હવે આવો જોઈએ કેટલાક એવા વાયરલ વીડિયો, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

Published On - 5:59 pm, Sun, 25 September 22

Next Article