આને કોણ સમજાવે! શખ્સ ડોલથી દરિયો ઉલેચી રહ્યો છે, Viral Video જોઈ લોકો હસીને લોટપોટ થયા

|

Aug 09, 2022 | 12:17 PM

વીડિયો (Funny Viral Video) જોઈ તમને પણ લાગશે કે આ કેવું મૂરર્ખતાભર્યું કામ કરે છે. આટલી સામાન્ય બાબત પણ શખ્સને સમજાતી નથી કે પાણીની અંદર જ પાછુ પાણી ઠાલવવાથી શું થશે ?

આને કોણ સમજાવે!  શખ્સ ડોલથી દરિયો ઉલેચી રહ્યો છે, Viral Video જોઈ લોકો હસીને લોટપોટ થયા
Funny Viral Video
Image Credit source: Twitter

Follow us on

ઈન્ટરનેટની દુનિયામાં એવા અનેક વીડિયો વાયરલ (Viral Video)થતા રહે છે જેમાં ઘણા લોકો એવી મૂર્ખતા કરતા હોય છે કે જેને જોઈને લોકો હસવા લાગે છે. હાલ પણ એક એવા વ્યક્તિનો વીડિયો વાયરલ (Funny Viral Video)થઈ રહ્યો છે જે જોઈને તમે હસવું રોકી શકશો નહીં. વીડિયોમાં શખ્સ એવો નિરર્થક પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો જોઈ તમને પણ લાગશે કે આ કેવું મૂર્ખતાભર્યું કામ કરે છે. આટલી સામાન્ય બાબત પણ શખ્સને સમજાતી નથી કે પાણીની અંદર જ પાછું પાણી ઠાલવવાથી શું થશે ?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કદાચ વરસાદને કારણે ઘરોની આસપાસ દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને એક વ્યક્તિ રસ્તા પર ડોલમાંથી પાણી ઉપાડીને ત્યાં ફેંકી રહ્યો છે. વાસ્તવમાં, તે રસ્તા પરથી પાણી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને કદાચ ખ્યાલ ન હતો કે તે આ મૂર્ખ પગલું ભરીને પાણી કેવી રીતે દૂર કરી શકશ. તે તેના ચહેરાથી એટલો ગંભીર લાગે છે કે તેને કદાચ ખ્યાલ નથી કે તે શું કરી રહ્યો છે. તે આ રીતે પાણી કેવી રીતે દૂર કરી શકશે? ચાલો પહેલા આ વીડિયો જોઈએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @EnezCrypto નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 35 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.9 મિલિયન એટલે કે 29 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોઈને કેટલાક હસી રહ્યા છે તો કેટલાક મજાકમાં કહી રહ્યા છે કે તેમણે પાવર પંપનો ઉપયોગ કરવો જોઈએ.

Next Article