ભારતના Niagara Fallsની સુંદરતા જોઈ દંગ રહી ગયા વિદેશીઓ, ટ્વીટર પર શેયર કરી હૃદય સ્પર્શી વાત

ભારતમાં અનેક એવા સ્થળો છે, જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને લોકો ભારતનો નાઈગ્રા ધોધ કહી રહ્યા છે.

ભારતના Niagara Fallsની સુંદરતા જોઈ દંગ રહી ગયા વિદેશીઓ, ટ્વીટર પર શેયર કરી હૃદય સ્પર્શી વાત
Viral VideoImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 6:38 PM

ભારત પાસે તેનો અદભુત પ્રાકૃતિક ખજાનો છે. ભારતમાં અનેક એવા સ્થળો છે, જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. ભારતમાં ઋતુ અનુસાર લોકો અલગ અલગ સ્થળોએ જવાનું પંસદ કરે છે. જેમ કે શિયાળામાં મનાલી, શિમલા, હિમાચલપ્રદેશ. ઊનાળામાં રાજસ્થાન, આબુ વગેરે અને ચોમાસા સાપુતારા જેવા હિલ સ્ટેશન. ભારતમાં આવા અદભુત પ્રાકૃતિક સ્થળોની અછત નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને લોકો ભારતનો નાયગ્રા ધોધ (Niagara Falls) કહી રહ્યા છે.

તમે નાયગ્રા ધોધ વિશે તો જાણતા જ હશો. તે વિશ્વના સૌથી પ્રખ્યાત ધોધમાંથી એક છે. અમેરિકા અને કેનેડાની સરહદ પર સ્થિત નાયગ્રા ધોધનો નજારો એકદમ અદભૂત છે. 51 મીટરની ઉંચાઈથી પડતા ધોધનું પાણી જ્યારે ઝાકળ બનાવે છે, ત્યારે નજારો એટલો સુંદર લાગે છે કે લોકો આ ધોધના વખાણ કરતા થાકતા નથી. ખાસ કરીને રાત્રે અહીંનો નજારો દરેકને આકર્ષક લાગે છે, જ્યારે ધોધ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠે છે. આજકાલ ભારતમાં એક ધોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો તેને નાયગ્રા ધોધ સમજી રહ્યા છે. કારણ કે આ ધોધનું દ્રશ્ય પણ કંઈક એવું જ લાગે છે. જે સૌને મંત્રમુગ્ધ કરી રહ્યુ છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયોમાં એક સુંદર પણ ખતરનાક દેખાતો ધોધ દેખાય રહ્યો છે. તે જોગ ધોધ છે, જે કર્ણાટકના શિમોગા જિલ્લામાં શરાવતી નદી પર સ્થિત છે. તે એશિયાના સૌથી ઊંચા ધોધ તરીકે ઓળખાય છે, જે કર્ણાટકનું મુખ્ય પ્રવાસન સ્થળમાંથી એક છે. આ ધોધ જોવા લોકો દૂર-દૂરથી આવે છે. ખાસ કરીને ચોમાસામાં આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે પ્રકૃતિની સુંદરતા જોવા માટે લોકો વિદેશ તરફ વળે છે, જ્યારે ભારત પણ તેનાથી ઓછું સુંદર નથી. અહીં પણ એક કરતાં વધુ સુંદર સ્થળો છે, જે જોવા જેવા છે અને મનને મોહી લે છે. તેમાં આ જોગ ધોધનો પણ સમાવેશ થાય છે.

જોગ ધોધની સુંદરતા જોઈને વિદેશી લોકો પણ મંત્રમુગ્ધ થયા છે. જેમાં નોર્વેના રહેવાસી એરિક સોલહેમનો પણ સમાવેશ થાય છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે અને લખ્યું છે કે ‘આ નાયગ્રા ધોધ નથી. આ જોગ ધોધ છે, જે કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલું છે. જોગ ધોધના અદભુત નજારાવાળા વીડિયોને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">