Success Story : ‘કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’ – સપનું થયું સાકાર, જાણો કેવી રીતે Food Delivery Boy બન્યો સોફ્ટવેર એન્જિનિયર

|

May 31, 2022 | 9:05 AM

Delivery Boy Success Story : ઝોમેટો, સ્વિગીમાંથી ફૂડ ડિલિવરી કરનારી વ્યક્તિ હવે એક સફળ સોફ્ટવેર એન્જિનિયર છે. શેખ અબ્દુલ સત્તાર LinkedIn પર તેમનો સંઘર્ષ શેયર કર્યો છે.

Success Story : કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી - સપનું થયું સાકાર, જાણો કેવી રીતે Food Delivery Boy બન્યો સોફ્ટવેર એન્જિનિયર
Food Delivery Boy success story

Follow us on

કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. કોઈનું કામ જોઈને તેની ઉપેક્ષા કે ઉપહાસ ન કરવો જોઈએ. શું તમે જાણો છો કે તેનું નસીબ ક્યારે વળશે ? આવી જ એક સક્સેસ સ્ટોરી (Success Story) આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જે આજના યુવાનો માટે કોઈ પ્રેરણાથી ઓછી નથી. એક સમયે ફૂડ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા શેખ અબ્દુલ સત્તાર હવે એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. આ બધું તેમની મહેનત અને સમર્પણનું પરિણામ છે. તો ચાલો જાણીએ શેખ અબ્દુલ સત્તારની આ અદ્ભુત સફર વિશે.

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના રહેવાસી શેખ અબ્દુલે પોતાની સ્ટ્રગલ સ્ટોરી LinkedIn પર શેયર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે પરિવારના સભ્યોને આર્થિક મદદ કરવા માટે Ola, Swiggy, Uber, Rapido અને Zomato માટે કામ કરતો હતો. તેણે લખ્યું છે કે, હું ડિલિવરી બોય છું. મારું એક સપનું છે. હું કોલેજના મારા અંતિમ વર્ષથી દરેક જગ્યાએ રહ્યો છું. મારા પિતા કોન્ટ્રાક્ટ વર્કર હોવાથી અમારી પાસે ગુજારો કરવા માટે પૂરતા પૈસા નહોતા. એટલા માટે હું મારા તરફથી પરિવારને શક્ય તમામ આર્થિક મદદ કરવા માંગતો હતો. હું થોડો અચકાયો. પણ ડિલિવરી બોય હોવાથી ઘણું શીખ્યો.

આવી રીતે જિંદગીએ લીધો નવો વળાંક

શેખ અબ્દુલે તેની વાત સંભળાવતા કહ્યું કે, તેના એક મિત્રે તેને કોડિંગ કોર્સ લેવાનો આગ્રહ કર્યો હતો. જેનાથી શેખ અબ્દુલને સોફ્ટવેર એન્જિનિયર બનવામાં મદદ મળી અને આજે પરિણામ બધાની સામે છે. જો કે આ સફર એટલી સરળ નહોતી. શેખ અબ્દુલના કહેવા પ્રમાણે, કોડિંગ શીખવા માટે તે સાંજે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. આમાંથી તેમને જે પૈસા મળતા હતા તેમાંથી તેઓ પોતાના પોકેટમની માટે પરિવારની નાની-નાની જરૂરિયાતો પૂરી કરતા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એક અલગ જ આત્મવિશ્વાસ મળ્યો

તેણે કહ્યું કે તેણે ટૂંક સમયમાં વેબ એપ્લિકેશન્સ ડેવલપ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે કેટલાક પ્રોજેક્ટ પણ પૂરા કર્યા. ત્યાર બાદ કંપનીઓમાં નોકરી માટે અરજી કરવાનું શરૂ કર્યું. શેખ અબ્દુલ કહે છે કે, ડિલિવરી બોય બનવાથી તેમને એક અલગ જ આત્મવિશ્વાસ મળ્યો. વાસ્તવમાં, તે કોઈની સાથે કંઈપણ શેયર કરવામાં અચકાતા હતા. પરંતુ ડિલિવરી બોય બન્યા બાદ તેને લોકો સાથે સંપર્ક વધારવામાં મદદ મળી. શેખ અબ્દુલનું કહેવું છે કે, આજે તે એવી સ્થિતિ પર પહોંચી ગયો છે કે તે થોડા મહિનામાં પોતાના પગારથી પોતાના માતા-પિતાનો ખર્ચ ચૂકવી શકે છે.

Next Article