Video : ફ્લાઇટમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને ભુલ્યો ભાન, ક્રૂ મેમ્બર સહિત મુસાફરોને કર્યા પરેશાન

|

Sep 10, 2021 | 3:24 PM

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફ્લાઈટમાં હંગામો કરતો જોવા મળી રહ્યો છે.

Video : ફ્લાઇટમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને ભુલ્યો ભાન, ક્રૂ મેમ્બર સહિત મુસાફરોને કર્યા પરેશાન
flight Video viral on Social Media

Follow us on

Viral Video: કોરોના સમયગાળામાં માસ્કનું શું મહત્વ છે, કદાચ દરેક વ્યક્તિએ તેનો અંદાજ લગાવ્યો હશે. પરંતુ ઘણા લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમેરિકન એરલાઇન્સનો હોવાનું જાણવા મળ્યુ છે, જેમાં એક વ્યક્તિ ગુસ્સે થઈને અચાનક માસ્ક ચાવવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જેરેમી હૈરિસ નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તમને જણાવી દઈએ કે, જેરેમી હૈરિસ નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે અને સાથે લખવામાં આવ્યુ છે કે, ફ્લાઈટમાં (Flight) તેની સામે એક એશિયન મહિલા બેઠી હતી અને આ વ્યક્તિએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. જોકે, જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે પોલીસે તરત જ આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ફ્લાઇટમાં 162 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિનું નામ ટિમ આર્મસ્ટ્રોંગ (Tim Armstrong) છે અને તે 61 વર્ષના છે.

જુઓ વીડિયો

ફ્લાઇટમાં એક વ્યક્તિએ મચાવ્યો હંગામો

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1802 લોસ એન્જલસથી જઇ રહી હતી. તે દરમિયાન, આ વ્યક્તિએ અચાનક લોકોને પરેશાન કરવાનું શરૂ કર્યું, ઉપરાંત ફ્લાઈટના ક્રૂ સાથે પણ દલીલ કરી અને તેને અપશબ્દો પણ કહ્યા. બાદમાં તે ગુસ્સામાં પોતાનું માસ્ક ચાવવાનું શરૂ કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોએ પણ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એક યુઝર્સ લખ્યુ કે,” મને ખબર નથી કે લોકોના મનમાં આવા વિચારો ક્યાંથી આવે છે.” જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યુ કે “આ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર છે.”

 

આ પણ વાંચો: Video : લગ્નના દિવસે દુલ્હા-દુલ્હને રમી Free Fire ની ગેમ ! લોકો એ કહ્યુ “એક શાદી ઐસી ભી”

આ પણ વાંચો: Video: પક્ષીને ચિપ્સ ખાવાનું મન થયુ તો આ રીતે સ્ટોરમાંથી કરી ચોરી ! જોઈને તમે પણ દંગ રહી જશો

Next Article