આ તો બ્લેક બોર્ડ છે કે બાળકનું નામ ! પિતાએ બાળકનું નામ રાખ્યું ‘ABCD EFGH IJK’, જાણો વિચિત્ર નામ રાખવા પાછળનું કારણ
પિતાએ પોતાના પુત્રનું નામ અંગ્રેજી મૂળાક્ષરના પહેલા 11 અક્ષરો રાખ્યું છે. જે બાદ બાળકને ABCD EFGH IJK તરીકે ઓળખવામાં આવે છે. અમને ખાતરી છે કે આ વાંચીને તમે બધા ચોંકી ગયા હશો
આ દુનિયામાં દરેક વ્યક્તિ તેના નામથી ઓળખાય છે. વ્યક્તિના જન્મ સમયે તેને એક નામ આપવામાં આવે છે. જે પછી તે જીવનભર આ જ નામથી ઓળખાય છે. આવી સ્થિતિમાં નામ ખૂબ જ સમજી-વિચારીને રાખવામાં આવે છે. મોટાભાગના બાળકોનું નામ તેમના માતા-પિતા રાખે છે, પરંતુ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તેમના નજીકના લોકો પણ બાળકનું નામ રાખે છે. મોટે ભાગે લોકો અર્થપૂર્ણ નામ રાખવાનો પ્રયાસ કરે છે. પરંતુ હવે સુમાત્રામાં એક બાળકના પિતાએ તેને જે નામ આપ્યું છે તે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે તે બાળકનું વિચિત્ર નામ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ જશે.
ખરેખર, એક પિતાએ પોતાના પુત્રનું નામ અંગ્રેજી મૂળાક્ષરના પહેલા 11 અક્ષરો રાખ્યું છે. જે બાદ બાળકને ABCD EFGH IJK તરીકે ઓળખવામાં આવે છે. અમને ખાતરી છે કે આ વાંચીને તમે બધા ચોંકી ગયા હશો, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ સત્ય છે. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર, ભૂતકાળમાં એક બાળક કોરોનાની રસી લેવા માટે ક્લિનિકમાં ગયો હતો. આ 12 વર્ષના બાળકનું સર્ટિફિકેટ જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેણે બાળકનું નામ વાંચ્યું, ત્યારે તેને લાગ્યું કે તે કદાચ મજાક કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઓળખ કાર્ડ પર બાળકનું નામ ABCD EFGH IJK Zuzu લખેલું હતું. જ્યારે ડૉક્ટરે તે બાળકના માતા-પિતાને બોલાવ્યા, જ્યારે તેને ખબર પડી કે આ બાળકનું સાચું નામ છે અને તેની સાથે કોઈ મજાક નથી કરવામાં આવી રહી. બાળકના પિતાએ કહ્યું કે- હું હંમેશા ઈચ્છતો હતો કે મારો દીકરો મોટો થઈને લેખક બને. તેથી જ મેં તેનું નામ આ પ્રમાણે રાખ્યું છે. જોકે, પરિવારના સભ્યો પ્રેમથી બાળકને અદેફ કહે છે.
રિપોર્ટ અનુસાર, બાળકના પિતા પોતે લેખક બનવા માંગતા હતા, પરંતુ તે પોતાનું સપનું પૂરું કરી શક્યા નહીં, તેથી તેણે પોતાના પુત્ર દ્વારા આ સપનું પૂરું કરવાનું વિચાર્યું. જે બાદ તેણે પુત્રનું નામ ABCD EFGH IJK રાખ્યું.
તમને જણાવી દઈએ કે સમાચાર મુજબ તેઓ તેમના અન્ય બે બાળકોના નામ પણ NOPQ RSTUV અને XYZ રાખવા માંગતા હતા. પરંતુ કેટલાક કારણોસર તેઓનું નામ અમ્મર અને અત્તુર રાખવામાં આવ્યું હતું. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારપછી યૂઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકો કહે છે કે બાળક મોટા થયા પછી પોતાનું નામ જાતે જ બદલી નાખશે. આ સિવાય ઘણા લોકોએ પોતાના વિચિત્ર નામ પણ શેર કર્યા છે.
આ પણ વાંચો –
Funny Video : વ્યક્તિને તેના ચશ્મા પાછા આપવા સામે વાંદરાએ કરી જબરદસ્ત ડીલ, લોકો બોલ્યા આને કહેવાય ‘એક હાથ દો, એક હાથ લો’
આ પણ વાંચો –