ઓહ તેરી ! હોટલની બહાર વાસણ ધોતો દેખાયો વાંદરો, વીડિયો જોઇ લોકો બોલ્યા ‘એમ્પ્લોય ઓફ ધ મંથ’

|

Oct 26, 2021 | 9:51 AM

આ વાંદરાની વાસણ ધોવાની સ્ટાઇલ ખૂબ જ અનોખી છે. વાસણો ધોયા પછી તે વાસણો પણ તપાસી રહ્યો છે કે તેમાં કોઈ ગંદકી રહી છે કે કેમ.

ઓહ તેરી ! હોટલની બહાર વાસણ ધોતો દેખાયો વાંદરો, વીડિયો જોઇ લોકો બોલ્યા એમ્પ્લોય ઓફ ધ મંથ
Employee of the month: Video of monkey washing utensils outside hotel goes viral on social media

Follow us on

તમે ઘણા લોકોને હોટલ અથવા તો ચા- નાસ્તાની દુકાન પર વાસણ ધોવાનું કામ કરતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વાંદરાને આવું કરતા જોયો છે. આ વાંદરો માણસોની જેમ જ કામ કરે છે. કોઇ માણસની જેમ ફટાફાટ તે વાસણો ધોઈ નાખે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ કહેવત તો તમે સાંભળી જ હશે, અપના હાથ જગન્નાથ. જેના હાથમાં કૌશલ્ય છે તે રોટલી તો મેળવી જ લે છે. હવે જો આ કહેવત વાંદરા પર લાગુ પાડવામાં આવે તો તમે શું કહેશો ? વાયરલ વીડિયોમાં આવો જ એક વાનર જોવા મળી રહ્યો છે, જેના લોકો ફેન બની રહ્યા છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાંદરો વાસણ ધોતો જોવા મળી રહ્યો છે. તેની આ એક્ટિંગ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસણ ધોવાની વાંદરાની સ્ટાઇલ ખૂબ જ અનોખી છે. વાસણો ધોયા પછી તે વાસણો પણ તપાસી રહ્યો છે કે તેમાં કોઈ ગંદકી રહી છે કે કેમ.

વાંદરાની મહેનતનો આ વીડિયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઘણા લોકોએ આ અંગે કોમેન્ટ કરી હતી. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, માણસોએ પણ બે સમયની રોટલી માટે આ વાંદરાની જેમ કામ કરવું જોઈએ. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘એમ્પ્લોય ઓફ ધ મંથ’. ઘણા યુઝર્સે તેને પ્રાણી સાથે ક્રૂરતાનું કૃત્ય પણ ગણાવ્યું અને વાંદરાને આ રીતે રાખવા બદલ ટીકા કરી. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે કમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો –

OMG ! હોટડોગ ખાવાની શરતના ચક્કરમાં યુવતીએ ગુમાવ્યો જીવ, ગળામાં એવો ફસાયો ખોરાક કે ડૉક્ટર પણ ન બચાવી શક્યા જીવ

આ પણ વાંચો –

Alert ! 1 નવેમ્બરથી સેમસંગ, એપલ સહિત આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જુઓ સંપૂર્ણ લીસ્ટ

આ પણ વાંચો –

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, ઓક્ટોબરના પગારમાં 3 ભથ્થાંનો લાભ મળશે,જાણો વિગતવાર

Published On - 9:50 am, Tue, 26 October 21

Next Article