CBSE બોર્ડની 10મા અને 12મા પ્રેક્ટિકલ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

|

Oct 24, 2022 | 11:46 AM

વિન્ટર શાળાઓ માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પરીક્ષાઓ, પ્રોજેક્ટ્સ અને આંતરિક મૂલ્યાંકન 15 નવેમ્બરથી શરૂ થશે. જો કે, બોર્ડે કહ્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો ફક્ત વિન્ટર શાળાઓ (CBSE) માટે જ જાહેર કરવામાં આવી છે. નિયમિત સત્ર શાળાઓને આની સાથે કોઈ લેવાદેવા નથી.

CBSE બોર્ડની 10મા અને 12મા પ્રેક્ટિકલ પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
CBSE Board Practical Exam Schedule

Follow us on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનની તારીખો જાહેર કરી છે. CBSE દ્વારા શિયાળાની શાળાઓ માટે તારીખો જાહેર કરવામાં આવી છે. નવેમ્બર 2022 માટે પ્રાયોગિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનની તારીખ જાહેર કરવામાં આવી છે. ઓફિશિયલ સૂચના CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર બહાર પાડવામાં આવી છે.

ઓફિશિયલ સૂચના અનુસાર, વિન્ટર શાળાઓ માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 15 નવેમ્બરથી શરૂ થશે તેમજ 14 ડિસેમ્બરે સમાપ્ત થશે. જો કે, બોર્ડે કહ્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો ફક્ત વિન્ટર શાળાઓ માટે જ જાહેર કરવામાં આવી છે. નિયમિત સત્ર શાળાઓને આની સાથે કોઈ લેવાદેવા નથી.

વિન્ટર શાળાઓ જાન્યુઆરી મહિનામાં બંધ રહેવાની સંભાવના

વાસ્તવમાં, બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે શિયાળાની શાળાઓ જાન્યુઆરી મહિનામાં બંધ રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, CBSEએ નક્કી કર્યું છે કે, પ્રેક્ટિકલ પરીક્ષા સમયસર આયોજિત થવી જોઈએ, જેથી અંતિમ પરીક્ષા દરમિયાન શેડ્યૂલમાં કોઈ ગડબડ ન થાય.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

એક દિવસમાં ઘણા સત્રોમાં થશે પરીક્ષાઓ

જો કે, બોર્ડે તમામ વિન્ટર શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થયાની તારીખથી એકસાથે તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ, પ્રોજેક્ટ્સ અને આંતરિક મૂલ્યાંકનોના નંબરો અપલોડ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઓફિશિયલ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “સંબંધિત વર્ગની છેલ્લી તારીખ સુધીમાં નંબરો અપલોડ કરવાનું પૂર્ણ કરવામાં આવશે. બોર્ડ દ્વારા તારીખો લંબાવવાની વિચારણા કરવામાં આવશે નહીં.

બોર્ડે શાળાઓને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે, જો વિદ્યાર્થીઓની સંખ્યા 20થી વધુ હોય તો પરીક્ષા એક દિવસમાં બે કે ત્રણ સેશનમાં લેવામાં આવે.

Next Article