ગરૂડે વરસાદી તોફાન વચ્ચે ઉડતા ઉડતા જ તોફાન વચ્ચે દરિયામાંથી એવી રીતે લપકી માછલી કે જોતા જ રહી જશો- જુઓ Video
હિંદીમાં કહેવત છે કે ચિત્તે કી ચાલ ઔર બાઝ કી નજર પર સંદેહ નહીં કરતે.. બસ કંઈક આવુ જ જોવા મળે છે આ વીડિયોમાં. જેમા એક ફુલ સ્પીડે ઉડી રહેલુ ગરૂડ તોફાની પવન અને વરસાદના થપાટો વચ્ચે એક જ રિધમમાં ઉડી રહ્યુ છે અને એ જ રિધમમાં ઉડતુ ઉડતુ નીચે આવે છે અને અચાનક દરિયામાંથી માછલીને તેના બે પગ વડે મોં મા લપકી ઉપર ઉડી જાય છે.
ગરૂડ તેની તેજ ઉડાન અને શાર્પનેસ માટે જાણીતુ છે. આવુ જ અહીં વીડિયોમાં પણ જોવા મળે છે. વરસાદી તોફાન પવનની જાણે કોઈ અસર જ ન થતી હોય તેમ પોતાના જ મિજાજની રંગતમાં ગરૂડ ઉડી રહ્યુ છે અને અચાનક તે નીચેની તરફ આવી દરિયામાંથી બે પગેથી એટલી ત્વરાથી માછલીને ઝડપી લે છે અને એ જ ત્વરાથી ઉડતા ઉડતા જ માછલીને મોં માં મુકી દે છે. ગરૂડનો આ વીડિયો સહુ કોઈને દંગ કરી દે તેવો છે. આ વીડિયો જોઈને હિંદી કહેવત ચિત્તે કી ચાલ ઔર બાઝ કી નજર પર સંદેહ નહીં કરતે, યાદ આવી જાય.
વરસાદી તોફાન વચ્ચે દરિયામાંથી લપકી લીધી માછલી, દંગ રહી જવાય તેવુ દશ્ય
જે ઝડપથી ગરૂડ ઉડી રહ્યુ છે તેને જોતા એવુ ભાગ્યે જ લાગે કે તેની નજર દરિયામાં માછલી પર રહેલી હશે અને એ પણ વરસાદી તોફાન વચ્ચે દરિયામાંથી જે પ્રકારે જે ઝડપથી માછલીને પકડી અને મોંમા મુકી તે ખરેખર આંખો ચાર કરી દેનારુ છે.
Latest Videos