Viral: ગજબ ટ્રિકથી કૂતરાએ પાર્ક કરાવી ગાડી, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘અદ્ભૂત’

|

Apr 25, 2022 | 8:53 AM

આવા ફની વીડિયો (Funny Video)દરરોજ વાયરલ થતા રહે છે, જેને જોતા જ આપણો દિવસ બની જાય છે. આજકાલ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે જેમાં એક કૂતરો તેના માલિકની કાર પાર્ક કરતો જોવા મળે છે.

Viral: ગજબ ટ્રિકથી કૂતરાએ પાર્ક કરાવી ગાડી, વીડિયો જોઈ લોકોએ કહ્યું અદ્ભૂત
Dog Viral Video (Instagram)

Follow us on

સોશિયલ મીડિયા (Social Media)પર ઘણી ફની વસ્તુ વાયરલ થતી રહે છે. પહેલાના જમાનામાં જ્યાં તેનો ઉપયોગ વ્યક્તિના જીવનમાં ચાલતી ઘટનાઓને દૂર-દૂર રહેતા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરવા માટે થતો હતો, હવે તેના ઉપયોગનું કારણ બદલાઈ ગયું છે. આજની પેઢી પોતાના મનોરંજન માટે કરે છે. આવા ફની વીડિયો (Funny Video)દરરોજ વાયરલ થતા રહે છે, જેને જોતા જ આપણો દિવસ બની જાય છે. આજકાલ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે જેમાં એક કૂતરો તેના માલિકની કાર પાર્ક કરતો જોવા મળે છે અને તે આટલું સારું કામ કરે છે, જેને જોઈને તમે પણ કહેશો કે આટલું સરસ તો માણસો પણ કાર પાર્ક નથી કરાવતા.

આપણે બધા જાણીએ છીએ કે કાર પાર્ક કરવી એ કોઈપણ ડ્રાઈવર માટે ‘અગ્નિ પરીક્ષા’ થી ઓછું નથી, પરંતુ આજના સમયમાં વાહનો અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે, જેના કારણે શીખાવ ડ્રાઈવર પણ સરળતાથી કાર પાર્ક કરી શકે છે, સોશિયલ મીડિયા પર કાર પાર્કિંગ સાથે જોડાયેલ એક ક્યૂટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોગી વ્યક્તિને તેના આગળના બંને પગના ઈશારાથી કાર પાર્ક કરવાનું કહી રહ્યો છે. આમાં કૂતરાના પગ જોઈને તમને લાગશે કે તે હાથ વડે બાજુને કહી રહ્યો છે. કારની અંદર બેઠેલી વ્યક્તિ પણ ડોગીની દિશાનિર્દેશ ફોલો કરે છે. આ પછી, કૂતરો તેના ચાર પગ પર બેસીને ભસ્યો, ત્યારે અનુમાન કરી શકાય કે તે ભસીને કહી રહ્યો છે કે તેના માલિકને કાર રોકવી જોઈએ કારણ કે પાછળ કોઈ જગ્યા બાકી નથી.

આ વીડિયો જોયા બાદ લોકો ડોગીની બુદ્ધિમત્તાના જોરદાર વખાણ કરી રહ્યા છે. આ વીડિયોને Instagram પર goldenretrieversdelights નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- આ કૂતરો ખૂબ જ બુદ્ધિશાળી છે. અન્ય એક યૂઝરે લખ્યું- ‘કોઈ અન્ય સેન્સર તેને હરાવી શકે નહીં.’ અન્ય એકે લખ્યું, ‘મિત્રો’ આ રીતે કામ પણ ન કરાવો! તમને જણાવી દઈએ કે કેટલાક યુઝર્સે ઘણા બધા ઈમોજી પણ શેર કર્યા છે.

આ પણ વાંચો: Viral Video : કૂતરા માણસોની જેમ લડતા જોવા મળ્યા, આ ફની લડાઈ જોઈને લોકો હસીહસીને લોટપોટ થયા

આ પણ વાંચો: Viral Video: ચીનમાં જંગલી વાંદરાએ ઘરની બહાર રમતા બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, જુઓ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article