Viral : કૂતરાએ સાઈકલિસ્ટ સાથે લગાવી રેસ, કૂતરાની સ્પીડ અને શખ્સનું ટેલેન્ટ જોઈ લોકો દંગ રહી ગયા

|

May 16, 2022 | 9:10 AM

એક સાઇકલ સવાર (Cycling on Mountain) ઉબડખાબડ પહાડી રસ્તાઓ પર સાયકલ ચલાવતો જોવા મળે છે. સૌથી મજાની વાત એ છે કે તેનો કૂતરો પણ તેની સાથે રેસ કરતો જોવા મળે છે.

Viral : કૂતરાએ સાઈકલિસ્ટ સાથે લગાવી રેસ, કૂતરાની સ્પીડ અને શખ્સનું ટેલેન્ટ જોઈ લોકો દંગ રહી ગયા
Dog Viral Video
Image Credit source: Twitter

Follow us on

આમ જોઈએ તો બાઈક કે કાર કરતાં સાઇકલ ચલાવવી સહેલી છે, પરંતુ સાઇકલની સવારી દરેક જગ્યાએ બિલકુલ સરળ નથી. ખાસ કરીને તે પર્વતીય રસ્તાઓ પર જ્યાં રસ્તાઓ ખૂબ જ દુર્ગમ છે અને આ સ્થળોએ સારા સાઇકલ સવારો પણ તેમનું કૌશલ્ય બતાવવાથી ડરતા હોય છે કારણ કે અહીં અકસ્માતનું જોખમ સૌથી વધુ હોય છે, પરંતુ આ દિવસોમાં એક વીડિયો(Viral video) સામે આવ્યો છે. જેમાં એક સાઇકલ સવાર (Cycling on Mountain) ઉબડખાબડ પહાડી રસ્તાઓ પર સાયકલ ચલાવતો જોવા મળે છે. સૌથી મજાની વાત એ છે કે તેનો કૂતરો પણ તેની સાથે રેસ કરતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ ખતરનાક પહાડી રસ્તાઓ પર સાઈકલ ચલાવતો જોવા મળે છે અને તેનો પાલતુ કૂતરો પણ તેની પાછળ દોડી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને સાઇકલ સવારના સ્ટંટ અદ્ભુત લાગી રહ્યા છે, ત્યારે યુઝર્સ કૂતરાની ચપળતા જોઈને દંગ રહી ગયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ અમેઝિંગ વીડિયો ટ્વિટર પર @buitengebieden નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેની સાથે તેણે ફની કેપ્શન લખ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો સમાચાર લખાય છે ત્યાં સુધી ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય લોકો આ વીડિયો પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ ડોગી અને તેના માલિકની જુગલબંધીને પસંદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વ્યક્તિના સ્ટંટ સાથે ડોગીની ચપળતા પણ અદ્ભુત છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ કૂતરો આવા પરાક્રમ માટે ખૂબ જ પ્રશિક્ષિત લાગે છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ પ્રતિસાદ આપ્યો છે.

Next Article