Animal Video : ટીવી પર મનપસંદ ખાવાનું જોઈને ડોગીના મોંમા આવ્યા પાણી, જૂઓ-Funny Video

|

Jun 26, 2022 | 9:05 AM

ઘણીવાર તમે જોયું જ હશે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે બેબાકળા થઈ જઈએ છીએ અને મનપસંદ ખોરાક (Favorite food) સામે જોવા મળે તો મનમાં ખાવાનો લોભ જાગે તે સ્વાભાવિક છે. આવું માત્ર માણસો સાથે જ નહીં પરંતુ પ્રાણીઓ સાથે પણ થાય છે.

Animal Video : ટીવી પર મનપસંદ ખાવાનું જોઈને ડોગીના મોંમા આવ્યા પાણી, જૂઓ-Funny Video
dog funny video

Follow us on

સોશિયલ મીડિયા પર ઘણી ફની વાતો (Funny Video) વાયરલ થતી રહે છે. દેશ-વિદેશના આવા ઘણા વીડિયો છે જે પોતાની વિશિષ્ટતાને કારણે ચર્ચાનો વિષય બને છે. જેને જોયા પછી ઘણી વાર આશ્ચર્ય થાય છે, એવા ઘણા વીડિયો છે જેને જોઈને તમારો દિવસ બની જાય છે. જેને જોઈને આપણે આપણા હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. હાલના દિવસોમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જેમાં એક કૂતરો ટેલિવિઝન (Television) પર બતાવવામાં આવતી મનપસંદ વાનગી જોયા પછી પોતાની જાત પર કાબૂ રાખી શકતો નથી અને પછી આવું કંઈક કરે છે. જેને જોઈને તમે પણ હસી પડશો.

ઘણીવાર તમે જોયું જ હશે કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે બેબાકળા થઈ જઈએ છીએ અને મનપસંદ ખોરાક સામે જોવા મળે તો મનમાં લોભ જાગે તે સ્વાભાવિક છે. પરંતુ શું તમે જાણો છો કે આવું માત્ર માણસો સાથે જ નહીં પરંતુ પ્રાણીઓ સાથે પણ થાય છે. હવે આ ક્લિપ સામે આવી, જ્યાં કૂતરો મનપસંદ વાનગી જોઈને ટીવી સ્ક્રીનને (TV screen) ચાટવા લાગ્યો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહીં રમૂજી વીડિયો જુઓ….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે ટીવીની પાસે બે કૂતરા ઉભા જોવા મળે છે. ટીવી શો ચાલી રહ્યો હતો તે દરમિયાન તે તેના મનપસંદ ખોરાકને જોતાં જ તેના પર તૂટી પડે છે અને ટીવી સ્ક્રીનને ચાટવા લાગે છે. વીડિયોમાં જે અવાજ આવે છે તે સાંભળીને લોકો તેને ચીનનો હોવાનું જણાવી રહ્યા છે.

આ વીડિયો ટ્વિટર પર @MyChinaTrip નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સાથે તેણે એક ફની કેપ્શન લખ્યું છે કે, ક્લિપને સમાચાર લખાય ત્યાં સુધી એક કરોડથી વધુ વ્યૂઝ અને 65 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ઘણા વપરાશકર્તાઓએ આ પર કોમેન્ટ્સ કરીને તેમના પ્રતિભાવો આપ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘બાળપણમાં હું પણ આવું જ હતો.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘વાહ! આ કૂતરો ખૂબ જ ક્યૂટ છે.’ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘મને લાગે છે કે આ કૂતરો ખૂબ ભૂખ્યો છે.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Next Article