બાળક પહેલા ડોગી બોલતા શીખ્યો ‘મા’, આ ક્યૂટ વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત !

આ વીડિયો 143k કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે અને નેટીઝન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. જ્યારે ઘણાએ ધ્યાન દોર્યું કે કૂતરો કેટલો હોંશિયાર હતો, અન્ય લોકોએ વ્યક્ત કર્યું કે દરેક બાળકે કૂતરા સાથે ઉછરવું જોઈએ.

બાળક પહેલા ડોગી બોલતા શીખ્યો 'મા', આ ક્યૂટ વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત !
Viral Video

કૂતરા (Dog) મોટાભાગે દરેકને પ્રિય હોય છે. તેઓ માત્ર સુંદર અને ક્યુટ જ નહીં, પરંતુ તેઓ સ્માર્ટ અને બુદ્ધિશાળી પણ હોય છે ! હા, અમે વાત કરી રહ્યા છીએ એવા પાળેલા કૂતરાઓની જે દિવસને સુંદર બનાવી દે છે. સોશિયલ મીડિયા (Social Media) પર ઘણીવાર કૂતરાઓના વીડિયો વાયરલ (Dog Viral Video) થતા રહે છે. લોકોને આવા હ્રદય સ્પર્શી વીડિયો જોવાનું પણ ખૂબ ગમે છે અને તેઓને તે વીડિયો એટલા ગમે છે કે તેઓ તેને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કરે છે. હવે હાલમાં એક બાળક અને એક કૂતરાનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા ચહેરા પર હાસ્ય ચોક્કસ આવી જશે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોમાં એક બાળક અને એક કૂતરો સાથે બેઠેલા જોવા મળે છે. જેમ જેમ વીડિયો આગળ વધે છે તેમ, માતા-પિતા નાના બાળકને ‘મા’ શબ્દ કહેવાનું કહે છે. તેઓ બાળકને ખાવાની લાલચ આપીને તેમની વાત કહેવડાવવાનો પ્રયાસ પણ કરે છે. પરંતુ, બાળક જવાબ આપે તે પહેલા જ કૂતરાએ તેને મા મા કહીને લાઈમલાઈટ ચોરી લીધી ! વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે, બાળકના માતા-પિતા પોતાના બાળક પાસે મા બોલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના બદલે, જ્યારે તેમનો કૂતરો પહેલા મા બોલે ત્યારે તેઓ હસે છે. તે એક સ્માર્ટ કૂતરો છે !

આ વીડિયો 143k કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે અને નેટીઝન્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી છે. જ્યારે ઘણાએ ધ્યાન દોર્યું કે કૂતરો કેટલો હોંશિયાર હતો, અન્ય લોકોએ વ્યક્ત કર્યું કે દરેક બાળકે કૂતરા સાથે ઉછરવું જોઈએ. અમને ખાતરી છે કે આ વાયરલ વીડિયો તમારું દિલ ચોરી લેશે.

આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આ અદ્ભુત વીડિયો છે’, બીજા યુઝરે લખ્યું, ‘મેં આવો વીડિયો પહેલા ક્યારેય જોયો નથી અને કોના ઘરમાં આટલો સારો કૂતરો છે’ ત્રીજા યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે તેના પરિવારે તેને સારી તાલીમ આપી છે, ખૂબ જ બુદ્ધિશાળી કૂતરો’ આ વીડિયોને ઘણી પ્રતિક્રિયા મળી રહી છે, સાથે જ લોકો ઈમોજી શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

આ પણ વાંચો – Delhi Air Pollution: પ્રદૂષણને કારણે દિલ્હીમાં સ્થિતિ ફરી વણસી, મોડી રાત્રે AQI 400 પર પહોંચ્યો, સુપ્રીમ કોર્ટ દ્વારા બાંધકામ પર પ્રતિબંધ

આ પણ વાંચો – IND VS NZ: અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા માટે ચિંતાઓ વધી ગઇ, દક્ષિણ આફ્રિકા પ્રવાસ ટીમ સિલેકશન પહેલા બેટ શાંત રહ્યુ

Click on your DTH Provider to Add TV9 Gujarati